આ 7 જૂઠ્ઠાણાં તમામ પુરુષો તેમની શાખ બચવવા માટે બોલે છે

25 Nov, 2015

આપણે ક્યારેક ને ક્યારેક તો જીવનમાં જુઠ્ઠુ બોલીએ જ છીએ ક્યારેક આપણા ફાયદા માટે તો ક્યારેક કોઇ બીજાના ફાયદા માટે. વળી સામાન્ય રીતે તેવું પણ માનવામાં આવે છે કે સ્ત્રીઓ પુરુષો કરતા વધુ જુઠ્ઠુ બોલે છે પણ આજે અમે તમને કેટલીક તેવી વાતો જણાવીશું જે મોટાભાગે તમામ પુરુષો બોલતા જ હોય છે. અને તેવું કરે પણ કેમ નહીં. તેમને પણ તેમની ઇજ્જત તેમની જાન પણ વધુ પ્યારી છે. પુરુષોના પણ ખોટા દેખાડવો કરવો ખૂબ જ ગમતો હોય છે. અને આ માટે તે ધણીવાર ખોટી ખોટી હાંકતા પણ હોય છે. જેમ કે તેમનો પગાર વિષે તેમની ગર્લફ્રેન્ડોની લાંબી લિસ્ટ વિષે, તેમના પર અનેક છોકરીઓ ફિદા છે તે વિષે તેમને બોલવું હંમેશા ગમે છે. વળી તે કેટલા કૂલ છે તે પણ બતાવવામાં તે કદી પાછા નથી પડતા. ત્યારે પુરુષો તેમના બીજા પુરુષ મિત્રો આગળ કેવા કેવા જૂઠ્ઠાણા બોલે છે તે વિષે જાણો....


પગાર
પોતાની શાન બનાવી રાખવા માટે મોટા ભાગે પુરુષો પોતાના પગારમાં એક મીઠું વધારે જ જોડીને બોલતા હોય છે. જેના લીધે કરીને લોકોને પોતાની હેસિયત વધારીને બતાવી શકે.

એક્સ ગર્લફેન્ડ અને અફેર
લગ્નબાદ પુરુષોને વન વુમન મેન બનવાનો પણ શોખ હોય છે એટલા માટે જ તે પોતાની પત્નીથી પોતાની એક્સ ગર્લફ્રેન્ડ અને અફેરની વાતો છૂપાવે છે.

ઉપલબ્ધિ
મિત્રો અને પરિવારજનો આગળ પુરુષોને પોતાની ઉપલબ્ધિઓ જણાવી ખૂબ જ ગમે છે. અને આજ કારણે તે કેટલીક વાર પોતાની સફળતાની બડાઇ પણ હાંકતા હોય છે.

પરિવાર
પોતાના પરિવારને તે પોતાની શાન માને છે અને માટે જ પરિવારની ખામીઓને તે લોકો સામે છતી નથી કરતા. જેમ કે તેમના પુત્ર કોઇ દોષ હોય તો તે સમાજમાં તેને સરળતાથી છતો નથી કરી શકતા.

કદ અને આકાર
પુરુષોને તેમના કદ અને આકારની ખૂબ જ પડી હોય છે. અને જો તેમની ઊંચાઇ સારી હોય તો તે લોકોને આ અંગે જણાવવામાં બિલકુલ પર અચકાતા નથી.

અસફળતાઓ
પુરુષોને દાંપત્ય જીવન અને કારર્કિર્દી સાથે જોડાયેલી પોતાની અસફળતાઓ વિષે લોકોને જણાવવું બિલકુલ પણ પસંદ નથી હોતું. માટે જ તે આ મામલામાં પોતાના મિત્રોથી જૂઠ્ઠું બોલે છે.