શા માટે ઓબામા નહીં જમે ભારતીય વ્યંજનો?, વ્હાઇટ હાઉસથી આવશે ભોજન

08 Dec, 2014

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા આવતા મહિને ગણતંત્ર દિવસના અવસરે એટલે કે 26 જાન્યુઆરીની ઉજવણી પ્રસંગે ભારતના મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાના છે. આ પ્રસંગે ઓબામા ભારતના અનેક અગ્રણીઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં બરાક ઓબામાને જે ભોજન પીરસવામાં આવશે તેની વાત વધારે મજેદાર છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ડાઇનિંગ ટેબલ પર આમ તો અન્ય લોકોને પીરસવામાં આવેલું ભોજન જ આરોગી રહ્યા છે એવું લાગશે. પણ વાસ્તવમાં તેઓ ભારતીય રસોઇયા કે શેફના હાથે તૈયાર થયેલું ભોજન નહીં જમતા હોય. ડોઇનિંગ ટેબલ પર અન્યોને પીરસવામાં આવ્યું હોય તેવું હુબહુ ભોજન ઓબામાને પીરસાશે ખરું પણ તે વ્હાઇટ હાઉસના કૂક દ્વારા તૈયાર કરવામાં આવ્યું હશે...

કેમ કરવામાં આવે છે આવી વ્યવસ્થા?

જી હા, આપને જણાવી દઇએ કે આ પરંપરા આ વખતની મુલાકાતમાં નહીં, પરંતુ વર્ષો વર્ષથી ચાલી આવી છે. આમ અમેરિકાના રાષ્ટ્રપતિના પ્રોટોકોલની તકેદારી રાખવા માટે કરવામાં આવે છે.

અનેક દિવસ પહેલા નક્કી થશે કે રાષ્ટ્રપતિ શું જમશે?

વિદેશની મુલાકાતે રવાના થતા પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિ શું જમશે તેનું મેનુ તૈયાર થઇ જતું હોય છે. અમેરિકાના રાષ્ય્રપતિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કાળજી લેવામાં આવે છે.

વ્હાઇટ હાઉસને પહોંચાડવી પડે છે સૂચી

અમેરિકાના રાષ્ટ્રપતિ જે દેશની મુલાકાતે જવાના હોય, ત્યાંના ભોજનનું મેનુ, તેને બનાવવાની રીત અને તેમાં પડતા મસાલાઓ તમામ બાબતોની સૂચિ વ્હાઇટ હાઉસને બહુ પહેલા મોકલી આપવામાં આવે છે.

કેવી રીતે થાય છે કોર્ડિનેશન?

વિદેશી ભોજનોની યાદીમાંથી રાષ્ટ્રપતિની પસંદગી અનુસાર ભોજન બનાવવામાં આવે છે. આ અંગેની જાણ જે તે દેશના કૂકને કરવામાં આવે છે અને તે અનુસાર બાકીના મહેમાનો માટે પણ તે જ અનુસાર તેવું જ ભોજન તૈયાર કરવામાં આવે છે.