National

સેમસંગે લોન્ચ કર્યો સૌથી સ્લિમ ફોન ગેલેક્સી A7

સેમસંગે પોતાનો અત્યારસુધીનો સૌથી સ્લિમ સ્માર્ટફોન A7 ભારતના બજારમાં લોન્ચ કરી દીધો છે. શું છે આ ફોનની ખાસિયત, સ્પેસિફિકેશન આવો જોઈએ આ અહેવાલમાં.

સેમસંગ ગેલેક્સી A7માં 5.5 ઈંચની ફૂલ HD રિઝોલ્યૂશનવાળી સુપર AMOLED ડિસ્પ્લે છે. આ ફોનની જાડાઈ 6.3mm છે. આ ફોન 4.4 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે.

આ ફોનના ભારતીય વર્ઝનમાં 2 જીબી રેમ અને 64 બિટ ઓક્ટા કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 615 પ્રોસેસર છે. ઉલ્લેખનીય છે કે ભારતની બહાર આ ફોનને સેમસંગ Exynos પ્રોસેસર સાથે વેચી રહી છે.

સેમસંગ ગેલેક્સી A7માં 13 મેગાપિક્સલ ઓટોફોકસ પ્રાઈમરી કેમેરા છે, જેની સાથે LED ફ્લેશ પણ અપાયો છે. આ ફોનનો સેલ્ફી કેમેરા 5 મેગાપિક્સલ છે.

ગેલેક્સી A5 અને A3ની માફક ગેલેક્સી A7માં ફ્રંટ કેમેરા માટે અલ્ટ્રા વાઈડ શોટ અને ઓટો સેલ્ફી મોડ્સ છે. આ ઉપરાંત પણ કેમેરા માટે કેટલાક નવા ફીચર્સ પણ આ ફોનમાં અપાયા છે.

16 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ સાથે-સાથે સેમસંગ ગેલેક્સી A7નું સ્ટોરેજ માઈક્રો એસડી કાર્ડની મદદથી 64 જીબી સુધી વધારી શકાય છે. આ ફોનમાં વાઈ-ફાઈ 802.11 a/b/g/n, બ્લૂટૂથ 4.0, NFC, 4G LET કેટ, યુએસબી 2.0, જીપીએસ, એજીપીએસ, GLONASS અને NFC કનેક્ટિવિટી ઓપ્શન્સ છે.

આ ફોનના ડાયમેન્શન 151x76.2x6.3mm અને વજન 141 ગ્રામ છે. આ ફોનમાં 2600mAh બેટરી છે. આ ઉપરાંત સેમસંગે તેમાં અલ્ટ્રા પાવર સેવિંગ મોડ, પ્રાઈવેટ મોડ, મલ્ટિ-સ્ક્રીન અને ક્વિક કનેક્ટ ફીચર્સ આપ્યા છે. આ ફોન વ્હાઈટ, બ્લેક અને ગોલ્ડ કલરના વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે.

ભારતમાં આ ફોનની કિંમત 30,499 રખાઈ છે. આ ફોન સેમસંગ ઈન્ડિયાના ઓનલાઈન સ્ટોર પર ઉપલબ્ધ છે.

Source By : Navgujarat Samay

Releated News