National

માત્ર 11 દિવસમાં ખુશીઓથી ઝોળી ભરી દેશે ગણેશજીના 3 મંત્ર

ભગવાન ગણેશજીનું દરેક રૂપ પ્રસન્નતા અને ખુશીઓનું વરદાન સમાન છે. તેમની કોઈપણ આરાધના ફળદાયી નિવડે છે. તે સૌભાગ્ય આપનારું અને મંગળકારી છે. આવો જાણો તેમના ત્રણ ચમત્કારી મંત્ર, કે જે અમોઘ છે. તેને વિધિવત કરવાથી માત્ર 11 દિવસમાં જ જીવન બદલી નાંખવાની ક્ષમતા રાખે છે.

1. ગણેશ યાયત્રી મંત્રઃ

ૐ એકદન્તાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો બુદ્ધિ પ્રચોદયાત.

આ ગણેશ ગાયત્રી મંત્ર છે. આ મંત્રનો 11 દિવસ શાંત મને 108 વાર જાપ કરવાથી ગણેશજીની વિશેષ કૃપા થાય છે. ગણેશ ગાયત્રી મંત્રના જાપથી વ્યક્તિ ભાગ્ય ચમકી જાય છે. દરેક કાર્યમાં અનુકૂળતા અને સિદ્ધ મળે છે.

2. તાંત્રિક ગણેશ મંત્રઃ

ૐ ગ્લૌમ ગૌરી પુત્ર, વક્રતુંડ, ગણપતિ ગુરુ ગણેશ,
ગ્લૌમ ગણપતિ, ઋૃદ્ધિ પતિ, સિદ્ધિ પતિ, કરોં દૂર કલેશ.

11 દિવસ સુધી આ મંત્ર 108 વાર જાપ કરવાથી વ્યક્તિના જિવનમાંથી તમામ કલેશ દૂર થઈ જાય છે. ધન, ધાન્ય, સંપત્તિ, સમૃદ્ધિ, ખુશીઓ, વૈભવ, પરાક્રમ, વિદ્યા અને શાંતિની પ્રાપ્તિ થાય છે. આ મંત્રના પ્રયોગ દરમિયાન વ્યક્તિએ પૂર્ણ સાત્વિકતા રાખવાની હોય છે. ક્રોધ, માંસ, મદિરા, પરસ્ત્રી ગમનથી દૂર રહેવાનું હોય છે.

3. ગણેશ કુબેર મંત્ર:

ૐ નમો ગણપતયે કુબેર યેકદ્રિકો ફટ સ્વાહા.

આ મંત્ર અપાર લક્ષ્મી દેનારો છે. ગણેશજીની પૂજા કર્યા બાદ ગણેશ કુબેર મંત્રનું 11 દિવસ નિયમિત રૂપે જાપ કરવાથી વ્યક્તિને ધનના નવીન સ્ત્રોત મળવાનો આરંભ થાય છે. જીવન  ખુશીઓથી ભરાય જાય છે.

Releated News