Gujarat

સચિન તેન્ડુલકર ૨૩મીએ વડોદરાનો મહેમાન

ઇન્ટરનેશલ આર્ટ એન્ડ કલ્ચરલ ઇવેન્ટ 'વડફેસ્ટ ૨૦૧૫'માં ચાર મેગા ઇવેન્ટ સાથે અંદાજે ૫૦ થી વધુ ઇવેન્ટનું આયોજન કરાયંુ છે. જેમાં ૨૩ મી તારીખે ઇન્ટરનેશનલ વેર્સ્ટન ક્લાસિકલ કમ્પોઝર યાનીની મેગા ઇવેન્ટનું આયોજન છે. જેમાં હાજરી આપવા ભારતરત્ન ક્રિકેટ સમ્રાટ સચીન તેન્ડુલકર હાજરી આપનાર છે. તે ઉપરાંત અનેક રાજકીય નેતાઓ, બિઝનેસ ટાઇકુન સહિતના મહાનુભાવો પણ હાજરી આપનાર છે.

વડોદરાના આંગણે યોજનાર વડફેસ્ટમાં ઇન્ટરનેશનલ કલાકાર યાની, એ. આર. રહેમાન, સોનુ નિગમ, કૈલાસ ખેર, સુનિધી ચૌહાણના લાઇવ કોન્સર્ટનું આયોજન કરાયું છે. તે ઉપરાંત હિન્દી, ગુજરાતી અને મરાઠીમાં કુલ આઠ નાટકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેટલું જ નહિ, નાના બાળકો માટે પણ ચાર નાટકોનું આયોજન કરાયું છે. જે તમામ શો-ની ટિકિટનું વેચાણ ઓનલાઇન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઇન્ટરનેશનલ વેસ્ટર્ન ક્લાસિકલ કમ્પોઝર યાનીના કાર્યક્રમમાં ભારતના દિગ્ગજો સહિત વિદેશથી પણ અનેક ચાહકો હાજરી આપનાર છે.

જે પૈકી એક દિગ્ગજ ભારતરત્ન ક્રિકેટ સમ્રાટ સચીન તેન્ડુલકરનો પણ સમાવેશ થાય છે. વડફેસ્ટની તમામ શો-ની ટિકિટનું વેચાણ બુકમાય શો વેબસાઇટ પરથી થઇ રહ્યું છે. જેમાં કોણ કોણ ટિકિટ બુક કરાવે તેની જાણ પણ આયોજકોને થાય છે. ત્યારે યાનીના લાઇવ કોન્સર્ટની ટિકિટ સચીન તેન્ડુલકરે પણ લીધી હોવાનું બહાર આવ્યું હતું. તેટલું જ નહિ, મુંબઇની મલ્ટિનેશનલ કંપનીના બિઝનેસ ટાઇકુન, અરૂણ જેટલી સહિતના રાજકીય દિગ્ગજો સહિત અનેક મહાનુભાવો હાજરી આપનાર છે.

Releated News