ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા 60મી એનિવર્સરીએ સચીન તેંદુલકરનું સન્માન

15 Dec, 2014

ભારતના લોકપ્રિય ક્રિકેટ પ્લેયર્સની યાદીમાં સ્થાન ધરાવતાં સચીન તેંડુલરનું ગિનીસ બુક ઓફ રેકોર્ડ્ઝના અધિકારીઓએ સન્માન કર્યું છે. ભારતના ક્રિકેટર સચીન તેંદુલકરનું આ સન્માન ગિનીસ બુક ઓફ રેકોર્ડ્ઝે પોતાની 60મી એનિવર્સરીની ઉજવણીરૂપે નિમિત્તે કર્યું છે.

આ પ્રસંગે સચીન તેંદુલકરે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝના પ્રતિનિધિઓ પ્રત્યે ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, ક્રિકેટની મારી કારકિર્દીમાં મેં જે કંઈ પણ હાસિલ કર્યું છે એના પર મને ઘણો ગર્વ છે. આ સાથે જ બીજા મહાન ખેલાડીઓ સાથે આ સન્માન મેળવીને હું ઘણો ખુશ છું.

સચીનના નામે ટેસ્ટ અને વન ડે મેચમાં સૌથી વધુ રન અને સદી ફટકારવાનો રેકોર્ડ છે. આ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે 60 રમતવીરોને મેડલ આપીને પોતાની 60મી એનિવર્સરી ઉજવી હતી.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડના એડિટર ઈન ચીફ ક્રેગ ગ્લીનડે સચીનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે સચીન તેંડુલકર ભારતનો સૌથી લોકપ્રિય ખેલાડી છે, જેના નામે ઘણા રેકોર્ડ્ઝ પણ સામેલ છે. આ સાથે જ ભારત જ નહીં, પણ દુનિયાના અનેક લોકોને તે પ્રેરણા આપે છે.