આ વર્ષે બદલાશે દુલ્હનોની ફેશન અને અંદાજ બદલશે Sabyasachi

06 Feb, 2016

 આ વર્ષે ઉનાળામાં લગ્ન કરવા જઇ રહેલી દુલ્હનો અને ફેશન લવર્સને એક મોટી સરપ્રાઇઝ મળશે. ડાર્ક કલરની પોતાની જૂની થીમમાંથી બહાર નિકળીને જાણીતા ફેશન ડિઝાઇનર Sabyasachi Mukherjee વર્ષ 2016નું પોતાનું કલેક્શન બ્રાઇટ કલર્સમાં લાવી રહ્યા છે. ‘The Benaras story’ના નામથી આ કલેક્શન અત્યાર સુધીના તમામ કલેક્શનમાંથી એકદમ અલગ અને શાહી અંદાજમાં છે. 

 
આ વર્ષે ગરમીમાં યલો, ગ્રીન, આઇવરી, વ્હાઇટ અને તેના શેડ્સ, બેઝ જેવા બ્રાઇટ મને મટમેલ કલર્સ ટ્રેન્ડ્સમાં રહેશે. આ રંગોના ઉપયોગથી જ આ કલેક્શનમાં ઘણા બધા લેયર્સ અથવા હેવી ફેબ્રિક્સ નહીં જોવા મળે. ઘટ્ટ રંગોને બદલે આ નવા કલર પેલેટ અને અંદાજ સાથે તૈયાર કરવામાં આવેલું Sabyasachiનું આ કલેક્શન રાજ ઘરાનાના પહેરવેશથી પ્રેરિત છે, તે એવી મહિલાઓ માટે છે જેઓનું સ્વપ્ન હંમેશા રાજકુમારીઓની માફક દેખાવાનું છે. 
 
જ્વેલરી બ્રાન્ડ Kishandasના મોતી અને માંગ ટિકા જેવા શાહી પેટર્ન અને બારીક કામ તમને રાજ-ઘરાનાઓની યાદ અપાવશે. જો કે, આટલાં બદલાવ બાદ પણ ડિઝાઇનરે પોતાની સિગ્નેચર સ્ટાઇલ જાળવી રાખી છે. (દિપડા સ્ટાઇલના બ્રોચ, લાંબી બાંયવાળા બ્લાઉઝ અને હંમેશાની માફક પોતાના આ કલેક્શનને પણ કેપ્ચર કરવા માટે શોર્ટ ફિલ્મ બનાવવાનું આ વખતે પણ થશે)