બેંકમાં કરવી છે નોકરી? તો ના ચૂકતા આ તક...

17 Nov, 2014

જો બેંકમાં સરકારી નોકરી કરવાની આપ ઇચ્છા ધરાવતા હોવ તો આ તક હાથથી જરાયે ના જવા દેતા. વારંવાર આવી તકો આપને નહીં મળે. કેમ કે આવી ભર્તી ક્યારેક જ બહાર પડતી હોય છે.

હા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 6425 હોદ્દાઓ માટેની વેકન્સી પડી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એસોસિએટ્સ બેંક માટે ક્લર્ક ગ્રેડની 6425 વેકેન્સી બહાર પાડી છે.
બેંકમાં હોદ્દાઓની સંખ્યા:
સ્ટેટ બેંક ઓફ મેસૂર: 725
સ્ટેટ બેંક ઓફ પટિયાલા: 1200
સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર: 1300
સ્ટેટ બેંક ઓફ બીકાનેર અને જયપુર: 1000
સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ: 2200

ઉંમર: આ પદો પર અરજી કરવા માટે અરજદારની ઉંમર 20 વર્ષથી 28 વર્ષની થવી જોઇએ.

યોગ્યતા: આ પદો પદ આવેદન કરવા માટે અરજદારની પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઇએ.

આખર તારીખ: આ પદો પર આપ જો આવેદન કરવા માગતા હોવ તો આપની પાસે નવ ડિસેમ્બર સુધીનો સમય છે. આ આવેદન કરવાની આખર તારીખ છે. વધારે માહિતી આપના માટે www.sbi.co.in/portal પર લોગ ઇન કરો.