National

SBI ની મેગા હરાજી આજે, સસ્તી કિંમતે ઓફિસ, ફ્લેટ અને પ્લોટ ખરીદવાની તક

 દેશની સૌથી મોટી લેન્ડર ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ) આજે ફરી સસ્તી પ્રોપર્ટી ખરીદવાની તક આપી રહી છે. બેન્કે આ મેગા હરાજીમાં લગભગ 625 રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીનો સમાવેશ કર્યો છે. પ્રોપર્ટીની હરાજી અમદાવાદ, દિલ્હી, મુંબઇ અને કોલકાતા સહિત પાંચ ડઝન શહેરોમાં કરવામાં આવી રહી છે. આ વર્ષે માર્ચ બાદ આ એસબીઆઇની ત્રીજી હરાજી છે.

 
625 થી વધારે પ્રોપર્ટીની થઇ રહી છે હરાજી
 
આ મેગા હરાજીમાં લગભગ 625 પ્રોપર્ટીની હરાજી કરવામાં આવશે. જેની કિંમત લગભગ 1000 કરોડ રૂપિયા છે. હરાજીમાં સામેલ 625 પ્રોપર્ટીમાં 424 રહેણાંક અને 201 કોમર્શિયલ પ્રોપર્ટી છે. ઓનલાઇન હરાજી માટે એસબીઆઇએ મેજિક બ્રિક્સ ડોટ કોમ અને ટેન્ડરટાઇગર ડોટ કોમની સાથે સમજૂતી કરી છે. મહત્વનું છે કે ઓનલાઇન હરાજી થનારી મોટાભાગની પ્રોપર્ટી માર્કેટ પ્રાઇસથી ઓછી કિંમતે ઉપલબ્ધ હોય છે. એવામાં બેન્કની હરાજીમાં ભાગ લઇને સસ્તી પ્રોપર્ટી ખરીદવાનો આ એક સારી તક છે.
 
લાખ રૂપિયાથી 41 કરોડ રૂપિયા સુધીની પ્રોપર્ટીની હરાજી થશે
 
સૂત્રોના જણાવ્યા અનુસાર, મેગા હરાજી માટે મુકવામાં આવેલી પ્રોપર્ટીની કિંમત 4 લાખથી 41 કરોડ રૂપિયાની વચ્ચે હશે. લગભગ 4 લાખ રૂપિયાની પ્રોપર્ટી કાનપુરની છે. સૌથી મોંઘી પ્રોપર્ટી ચેન્નાઈની છે. જેની કિંમત 41.05 કરોડ રૂપિયાની છે. દિલ્હીની સંપતિમાં 13.7 લાખ રૂપિયાની પ્રોપર્ટીમાં બે દુકાનો અને વસંતકુજ સ્થિત 9.82 લાખ રૂપિયાનો એક ફલેટ છે.
 
હરાજીમાં કેવી રીતે ભાગ લેશો
 
ઈ-હરાજીમાં ભાગ લેવા માટે તમારે https://www.bankeauctions.com અનેhttps://sbi.auctiontiger.net/EPROC/  દ્ધારા બોલી લગાવવી પડશે. આ ઉપરાંત આપhttp://sbiauctions.magicbricks.com/ અનેhttps://www.bankeauctions.com/NAuthentication/SBIEventList.aspx પર જઇને પ્રોપર્ટીનું લોકેશન, તેનું ઓકશન આઇડી અને અન્ય વિવરણની જાણકારી લઇ શકો છો. વધુ જાણકારી મેળવવા માટે 079-40230801-34 અથવા 0120-4888888 નંબર પર સંપર્ક કરો.
 
આ શહેરોમાં છે પ્રોપર્ટી
 
દિલ્હીમુંબઈચેન્નાઈબેંગલુરુંકોલકતાલખનઉપટનાઅમદાવાદઓરંગાબાદભુવનેશ્વરબર્દવાનકોઈમ્બતુરદુર્ગ,અરનાકુલમહૈદરાબાદકાનપુરલુધિયાણાનાગપુરરાયપુર સહિત પાંચ ડઝન શહેરોમાં આવેલી પ્રોપર્ટી માટે ઓનલાઈન હરાજીમાં બોલી લગાવવામાં આવશે. 
 
બે મેગા હરાજીમાં 120 કરોડની એનપીએની રિકવરી થઈ
 
અગાઉ માર્ચ અને જૂનમાં ઈ-હરાજીનું આયોજન એબીઆઈ દ્વારા કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હરાજીમાં બેન્કે 700થી વધુ સંપતિને હરાજી માટે મુકી હતી. જેમાંથી 200થી વધુ સંપતિઓનું વેચાણ થવાને કારણે 120 કરોડ રૂપિયાથી વધુની એનપીએની રિકવરી થઈ હતી.

Releated News