રીંગણાની આધુનિક ખેતી કરનાર સાવરકુંડલાના ખેડૂતને મોકલાશે ઇઝરાયલ

29 Aug, 2016

સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામે રહેતા પ્રજાપતિ યુવાને હિરાના વ્યવસાયમાં મંદિ આવતા પોતાની આઠ વિઘા બંજર જમીનમાં જાત મહેનતથી ઓર્ગેનિક રીંગણાનુ વાવેતર કરી મબલખ પાક મેળવ્યો હતો. આ અંગે દિવ્યભાસ્કરમાં તેમનો અહેવાલ પ્રસિધ્ધ થતા પીઠવડીના એમડી ગૃપના ચેરમેન તેમનાથી પ્રભાવિત થયા હતા. આ ખેડૂતને પોતાના ખર્ચે વૈજ્ઞાનિકઢબે આધુનિક ખેતીની વધુ જાણકારી મેળવવા માટે હવે ઇઝરાયલ મોકલવામાં આવશે.
સુરતના હિરા ઉદ્યોગમાં મંદી આવતા પોતાના વતન સાવરકુંડલાના કૃષ્ણગઢ ગામના 25 વર્ષીય યુવાન સતીષભાઇ પ્રજાપતિએ હિરામા મંદી આવતા તેમણે પોતાની જાત મહેનતથી આઠ વિઘા જમીનમા ઓર્ગેનિક રીંગણાનુ વાવેતર કર્યુ હતુ. અને જોતજોતામા તેમણે અઢી લાખના રીંગણા ઉછેરી વેચાણ કરી દઇ ખેડૂતોને પ્રેરણા આપી હતી. આ અંગેનો અહેવાલ દિવ્યભાસ્કરમા પ્રસિધ્ધ થયો હતો જેને પગલે સાવરકુંડલાના પીઠવડીના વતની અને એમડી ગૃપના ચેરમેન ભગીરથભાઇએ આ ખેડૂતને વધુ આધુનિક અને વૈજ્ઞાનિકઢબે ખેતીની સીસ્ટમ માટે ઇઝરાયલ પોતાની કંપનીના ખર્ચે મોકલશે.
કૃષ્ણ ગઢના ઉત્સાહી ખેડૂતે ગૌમુત્ર અને દેશી ખાતરનો રિંગણાની ખેતીમાં કર્યો ઉપયોગ
 
કૃષ્ણગઢમાં આવી આઠ વિઘા બંજર જમીનમાં ઓર્ગેનીક ખાતર અને ગૌમુત્રના પ્રયોગ સાથે તેણે રીંગણીનું વાવેતર કર્યુ. નશીબ પણ તેની સાથે હતું અને રીંગણાનો ભરપુર ફાલ આવ્યો. વળી રીંગણાનો ભાગ પણ સારામાં સારો આવવાથી માત્ર બે માસમાં તેણે અઢી લાખ કરતા વધુની કિંમતના રીંગણા વેચી નાખ્યા હતાં. ગામલોકો પણ તેની સુઝબુઝથી આચકો ખાઇ ગયા હતાં. ગામના માજી સરપંચ ચંપુભાઇ ધાધલ અને પરબતભાઇ પટેલે પણ તેને ખેતીમાં ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતું. જો કે ચોમાસુ શરૂ થઇ જતા હવે રીંગણાના ભાવ ઘણા નિચા ચાલ્યા જશે.તેમ છતા આ યુવાન નિરાશ થયા નથી.
 
ગૌમુત્ર અને દેશી ખાતરનો ઉપયોગ
 
કૃષ્ણગઢ ગામના ભયલુભાઇ ખુમાણે જણાવ્યુ હતું કે સતિષ પ્રજાપતિએ ઓર્ગેનિક ખેતી કરી આ પરિણામ મેળવ્યુ છે. તેણે સારી ઉપજ મેળવવા ગૌમુત્ર અને દેશી ખાતરનો ઉપયોગ કર્યો હતો.
 
માત્ર આઠ વિઘા જમીનમાં કરી કમાલ
 
એકાદ વર્ષ પહેલા સુરતથી પરત પોતાના વતન કૃષ્ણગઢ આવ્યા બાદ આ યુવાને માત્ર આઠ વિઘા જમીનમાં આ કમાલ કરી દેખાડી હતી. બંજર જમીનમાં દેશી ખાતર અને ગૌમુત્રના ઉપયોગથી તેણે ધાર્યુ પરિણામ મેળવ્યુ હતું.