ગુજરાતીએ બનાવ્યું રોટલીનું મશિનઃ એક કલાકમાં બહાર આવે છે 400 રોટલી

24 Dec, 2014

હોટલ ઈન્ડસ્ટ્રી અને ફૂડ ઈન્ડસ્ટ્રી માટે છેલ્લાં બે વર્ષથી યોજાતું ફૂડ ટેક એશિયા એક્ઝિબિશન સુરતમાં યોજાયું હતું. મદગલ્લા ખાતે આવેલા ગ્રાઉન્ડ પર આ એક્ઝિબિશન યોજાયું હતું. આ એક્ઝિબિશનમાં ફૂડ અને હોટેલ ઈન્ડસ્ટ્રીને લઈને અલગ અલગ પ્રોડક્ટ્સ અને મશિન્સ શો કેઝ કરવામાં આવ્યા હતા. આ ફૂડ ટેક એશિયા એક્ઝિબિશનમાં ગુજરાતની એક કંપની દ્વારા રોટી બનાવવાનું ઓટોમેટિક મશિન બનાવવામાં આવ્યું હતું. ફૂડ ઈન્ડસ્ટ્રીમાં રોટલી જેવી પ્રાથમિક વસ્તુઓ મોટી સંખ્યામાં બનાવવાની હોવાથી આ પ્રકારના મશિનરીઓને શોકેઝ કરવામાં આવી હતી.

 મશિનની ખાસિયત એ છે કે મશિન ઈલેક્ટ્રીસિટી અને ગેસ બન્નેથી ચાલે છે. ઉપર મૂકેલા બોક્સમાં પાંચ કિલો જેટલો રોટલીનો તૈયાર લોટ મૂકવામાં આવે છે. આથી ત્યારબાદ તેમાથી લોટ બહાર આવે છે અને એક કટર લૂવો પડે છે ત્યાર બાદ લૂવોને પ્રેસ કરવામાં આવે છે અને સીધી જ રોટલીની બની જાય છે. જે એક કલાકમાં 400થી વધુ રોટલી બહાર કાઢે છે.
 
- કેવીરીતે બને છે રોટલી
 
આ મશિનમાં રોટલી માટેને ગરમ કરવા માટે તેમ જ શેકવા માટે ત્રણ રેમ્પ બનાવ્યા હતા, જેમાં ત્રણ રેમ્પ ગરમ હોય છે. સૌથી પહેલા રેમ્પ પર રોટલી સેકાય છે. ત્યાર બાદ બીજા રેમ્પ પર આવીને રોટલી પલટાય છે અને તેની નીચે ગેસ હોવાથી તેના પર પણ રોટલી બરાબર સેકાય છે. છેલ્લાં રેમ્પને જાળી વાળા રાખવામાં આવ્યો છે, જેથી કરીને રોટલી સીધા ગેસ સાથે સંકર્પમાં આવે તેથી કરીને રોટલી ફૂલી જાય છે.
 
- આ મશિન ક્યા ઉપયોગમાં આવી શકે
 
ત્રણ સ્ટેપમાં બનાવવામાં આવેલા આ મશિનમાં ત્રણેય રેમ્પ અને તેના પર રોટલી પ્રેસ કરાવાના મશિને વીજળીથી ચાલે છે, જ્યારે આ જ સમયે રોટલીને ગરમ કરવા માટે તેમ જ સેકવા માટે તેમાં ગેસનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ મશિનની કેપેસિટી એક કલાકમાં ચારસો જેટલી રોટલી બનાવે છે. આ ઉપરાંત તેમાં એક સાથે પાંચ કિલો લોટ મૂકી શકાય છે. આ મશિન મોટા પાયે ચાલતી હોટેલો, આહારગૃહમાં જ નહીં, પણ સાથે સાથે અહીં મોટી કોલેજોની મેસમાં, તેમ જ કેટરીંગ ઈન્ડસ્ટ્રીમાં પણ ઉપયોગમાં આવી શકે છે.
 
- ફૂડટેક એશિયા સુરતમાં બીજી વખત યોજવામા આવ્યું
 
ફૂડટેક એશિયા સુરતમાં બીજી વખત યોજવામા આવ્યું હતું અને લગભગ ગુજરાતભરમાંથી વિવિધ 40 જેટલી કંપનીઓ પોતાના પ્રોજડક્ટ સાથે આવી હતી. અહીં ફૂડ ઈન્ડસ્ટ્રી માટેના પેકેજીંગ અને ડિઝાઈનિંગ, વિવિધ મશિનરીઓ, અલગ અલગ ફૂડ પ્રોડક્ટ તેમ જ લોકલ ફૂડ બ્રાન્ડે પણ અહીં ભાગ લીધો હતો. આ ઉપરાંત અહીં પ્રોસેસ પ્રોડક્ટસ અહીં શો કેઝ કરવામાં આવી હતી. આવનારા સમયમાં સુરતીમાં હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી માટે ફાયદાકરાક છે.