1897 કરોડના ખર્ચે 28 લાખ ચો.વારમાં બનશે રેસકોર્સ પાર્ટ-2

10 Dec, 2015

રાજકોટને ખરા અર્થમાં સ્માર્ટ અને મેટ્રો સિટી બનાવવા જે સ્વપ્નો ઘડાઇ રહ્યા છે તેમા શહેરની ભાગોળે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રૈયા ગામને જોડતી વિશાળ જગ્યામાં અત્યાધુનિક રેસકોર્સ પાર્ટ-2ને સરકારે લીલીઝંડી આપી છે. સ્માર્ટ સિટીના પ્રેઝન્ટેશનમાં મુકાયેલા પ્રોજેક્ટને હવે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ થશે. જે સ્થળે રેસકોર્સ પાર્ટ-2 બનાવવાની યોજના છે ત્યાં આમતો 913 એકર જમીન છે. પૈકી 571 એકરમાં રેેસકોર્સ પાર્ટ-2 અને બાકીની જગ્યામાં પાન સિટીના આધુનિક કોન્સ્પેન્ટ હેઠળ ફોરેન ટાઇપ અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રહેણાક, કોમર્શિયલ બાંધકામ સહિતનું ડેવલપમેન્ટ કરવાનું આયોજન છે. રેસકોર્સ પાર્ટ-2 અને પાન સિટી સહિત સમગ્ર પ્રોજેક્ટના ખર્ચનો પ્રાથમિક અંદાજ રૂ.2060 કરોડનો રખાયો છે.

ક્યારે પૂરું થશે સ્વપ્નω

સ્માર્ટસિટીના પ્રેઝન્ટેશન માટે ગાંધીનગર મળેલી મિટિંગમાં મ્યુનિ. કમિશનર વિજય નેહરા અને એડી.સિટી ઇજનેર ચિરાગ પંડ્યાએ મુખ્ય પ્રોજેક્ટની રૂપરેખા પસંદ કરી હતી. પૈકી રેસકોર્સ પાર્ટ-2 અને પાન સિટીના પ્રોજેક્ટને લીલીઝંડી મળી ગઇ છે. હવે કેન્દ્ર સરકારમાં મોકલાયા બાદ રાજકોટ ટોપ 20 શહેરોમાં સ્થાન પામે અને ગ્રાન્ટ રિલીઝ થાય એટલે તુરંત પ્રોજેક્ટનું કામ શરૂ કરી દેવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું.

~4945 કરોડનું ખાનગી રોકાણ પણ થશે

^રેસકોર્સપાર્ટ-2 અને પાન સિટી માટે રૂ.2060 કરોડના સરકારી ખર્ચ સામે રૂ.4945 કરોડનું ખાનગી રોકાણ પણ થવાનું હોવાનો દાવો મનપાએ કર્યો છે. સરકારી ખર્ચ સ્માર્ટ સિટી હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળવાનો છે. જ્યારે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ(પીપીપી) હેઠળ હાઉસિંગ, એફોર્ડેબલ હાઉસિંગ, હોટેલ, શોપિંગ સેન્ટર, મોલ, માર્કેટ, એજ્યુકેશન અને હેલ્થકેર સહિતના ક્ષેત્રે બીઓટીના ધોરણે રૂ.4945 કરોડનું ખાનગી રોકાણ પાન સિટીમાં થાય તેવા અંદાજ સાથે આયોજન કરાયું છે. > ચિરાગપંડ્યા, એડી.સિટીઇજનેર

બાકીના 342 એકર (16.41 લાખ ચો.વાર)માં આકાર લેનાર પાન સિટીમાં શું હશેω?

પાનસિટી એટલે એક એવો વિસ્તાર કે જ્યા રહેણાક અને કોમર્શિયલ વસાહત અગાઉથી તમામ પ્રકારની આધુનિક સુવિધા સાથે આકાર લે. કુલ 913 એકરમાં રેસકોર્સ પાર્ટ-2 માટે જગ્યા ફાળવાયા બાદ બાકી વધતી 342 એકર એટલે કે 16 લાખ, 41 હજાર જમીન પર પ્રકારનું પાન સિટી બનશે. વસાહતમાં ટેલિફોન અને વીજકેબલ, પાણીની લાઇન, મોબાઇલ કેબલ નેટવર્ક સહિત તમામ સર્વિસ લાઇન અન્ડર ગ્રાઉન્ડ બનાવવા માટે પહેલેથી ડક લાઇન બનાવાશે. જેથી વારંવાર રોડ ખોદવો પડે. તમામ રોડ સિમેન્ટ-ક્રોંકીટના હશે. સાઇકલ ટ્રેક, જોગર્સ ટ્રેક બનશે. અંધ અને વિકલાંગ માટે અલગથી ટ્રેક બનાવાશે. વસાહતમાંથી નીકળતું ગંદું પાણીનું સ્થળે શુધ્ધિકરણ કરીને વપરાશમાં લઇ શકાય એવી વ્યવસ્થા હશે. વધુમાં પાન સિટીમાં સોલાર અને વીજ ઉત્પાદન મથક બનાવી વસાહતને એનર્જી વપરાશમાં સ્વાવલંબી બનાવાશે. રોડ ઓળંગવા માટે સ્કાય ઓવરબ્રિજ અને સમગ્ર પાન સિટીમાં સીસીટીવી કેમેરા દ્વારા સુરક્ષાથી સજ્જ હશે. વાઇફાઇ અને ઇન્ટરનેટની તમામ સુવિધા ઉપલબધ્ધ હશે. કન્વેન્શન સેન્ટર, મલ્ટિ એક્ટિવિટી સેન્ટર, પાર્ટી પ્લોટ સહિતની સુવિધા તો ખરા જ.

રેસકોર્સ પાર્ટ-2 સહિતના પ્રોજેક્ટના ખર્ચનો પ્રાથમિક અંદાજ ~ 2060 કરોડ

ક્રિકેટ, ફૂટબોલ, હોકી, ઇન્ડોર, સ્વિમિંગ સહિતની રમત માટે અલગ અલગ મેદાન અને તેને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.

ખરાબાની જગ્યામાં રહેલી ત્રણ મોટી ખાણને સુંદર તળવામાં રૂપાંતર કરાશે. તળાવમાં બોટિંગનું આકર્ષણ રાખવાનો પણ ભાવિ વિચાર.

કન્વેન્શન સેન્ટર અને એક્ઝિબિશન સેન્ટરનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું ઊભું કરાશે.

ફૂડ ઝોન, રેસ્ટોરાં બનશે.

સમગ્ર એરિયામાં વાઇફાઇ ઝોન.

સંકુલમાં સોલાર એલઇડી લાઇટિંગનો ઝળહળાટ કરાશે.

જોગર્સ પાર્ક બનશે. જેમાં વિકલાંગો માટે અલગ ટ્રેક. સાઇકલ ટ્રેક પણ બનશે.

ઇન્ટરનેશનલકક્ષાનું એથ્લેટિકસ મેદાન બનાવવાનું આયોજન.

સોલાર એનર્જી અને વીજ ઉત્પાદન મથક બનશે.

571 એકર(28 લાખ ચો.વાર)માં અલગ અલગ જગ્યાએ ફાઉન્ટેન સાથેના બગીચા, બાલક્રીડાંગણ બનાવાશે.

રેસકોર્સ-2માં હશે સુવિધાઓ

----------

25 કરોડના ખર્ચે હાઈટેક સાયન્સસિટી બનાવાશે

રાજકોટના જામનગર રોડ પર ઇશ્વરિયા પાર્કમાં જુરાસિક પાર્કનો સફળ પ્રોજેક્ટ પૂરો કર્યા બાદ વહીવટી તંત્ર દ્વારા હવે સાયન્સ સિટી બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે અને તેના ભાગરૂપે ગાંધીનગરના સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ બુધવારે રાજકોટ આવી સાયન્સ સિટી માટે ફાળવાયેલી 10 એકર જગ્યાનો કબજો મેળવી લીધો હતો. રાજકોટમાં અંદાજે રૂા.25 કરોડના ખર્ચે હાઈટેક સાયન્સસિટી બનાવવામાં આવશે. જે અત્યાર સુધીમાં બનેલા તમામ સાયન્સ સિટી કરતા વધુ અદ્યતન અને સુવિધાસભર હશે.

રાજકોટ જિલ્લા કલેક્ટર મનીષા ચંદ્રા દ્વારા અમદાવાદ જેવું સાયન્સ સિટી બનાવવા રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી જેને રાજ્યકક્ષાના મંત્રી ગોવિંદભાઇ પટેલ દ્વારા તાત્કાલિક લીલીઝંડી આપી દેવામાં આવી હતી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થતા આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવા ચક્રો ગતિમાન કરાયા છે.

રાજકોટ તાલુકા મામલતદાર પંકજ વલવઇએ જણાવ્યું હતું કે, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના મેમ્બર સેક્રેટરી નરોતમ શાહુ અને સાયન્સ સિટી મામલતદાર પથિક પટેલ બુધવારે રાજકોટ આવ્યા હતા અને સાયન્સ સિટી બનાવવા માટે ફાળવાયેલી જગ્યાનો પ્રત્યક્ષ કબજો સંભાળ્યો હતો. સાયન્સ સિટીમાં આવેલી જગ્યામાં પ્લાસ્ટિકના તંબુ બાંધીને રહેતા ઝૂંપડપટ્ટીવાસીઓને અન્ય સ્થળે ખસેડવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. એકાદ-બે દિવસમાં સાયન્સ સિટીની 10 એકર જગ્યાને ફેન્સિંગ બાંધવાની કાર્યવાહી શરૂ કરાશે અને ટૂ઼ંક સમયમાં પ્રોજેક્ટનો ધમધમાટ શરૂ કરી દેવાશે.

બાળકો માટે ઈનોવેશન સેન્ટર બનાવવામાં આવશે

રાજકોટના આકાર લઈ રહેલા હાઈટેક સાયન્સસિટીમાં બાળકોને વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે જાગૃતિ આવે અને વધુમાં વધુ લગાવ થાય તે માટે ઈનોવેશન સેન્ટર પણ બનાવવામાં આવશે. જેમાં વિજ્ઞાન પ્રત્યે રૂચી ધરાવતા બાળકોને નવી શોધ વિશે સતત માહિતી મળતી રહે તેમજ તેઓ પણ તેમના પ્રોજેક્ટ માટે અવનવા પ્રયોગ કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સાયન્સ સિટિમાં રોબોટિક્સ ટેક્નોલોજી, વેધર ટેક્નોલોજી સહિતની ટેકનોલોજીઓના આધુનિક મોડલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોકોમાં સાયન્સ પ્રત્યેની જાગૃતિ વધે તેવા અલગ-અલગ કાર્યક્રમો પણ યોજવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ સંયુક્ત રીતે ભાગ લઈ શકે અને આધુનિક વિજ્ઞાન વિશે વધુને વધુ જ્ઞાન મેળવી શકે તે માટેના કાર્યક્રમો પણ સાયન્સસિટીમાં યોજવામાં આવશે.  આ સાયન્સ સિટી દેશના મેટ્રો સિટી જેવા કે અમદાવાદ, મુંબઈ, દિલ્હી સહિતના શહેરોના સાયન્સ સિટી કરતા પણ હાઈટેક હશે.