પ્રવાસી ભારતીય દિવસમાં ભાગ લેવા આવેલા નરેન્દ્ર મોદીએ બહાર પાડ્યો રૂ. 100નો સિક્કો

09 Jan, 2015

ગાંધીનગરમાં રાજ્યનો સૌથી મોટો કાર્યક્રમ પ્રવાસી ભારતીય દિવસમાં હજારો વિદેશી લોકો આવ્યા છે. દેશના વડાપ્રધાન મોદી પણ આ કાર્યક્રમની ઉજવણીમાં ભાગ લેવા માટે આવ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય સમ્મેલનમાં ભાગ લેવા માટે આવ્યા ત્યારે તેમણે 100 રૂપિયાનો નવા સિક્કો બહાર પાડ્યો  હતો.

આજથી 100 વર્ષ પહેલાં ગાંધીજીએ ભારતની ધરતી પર પગ મુક્યો હતો. ત્યાર બાદ તેમણે આદરેલા સત્યાગ્રહે ભારતને આઝાદી અપાવી હતી. આથી આ વર્ષનો પ્રવાસી ભારતીય દિવસ ગુજરાતમાં ઉજવવાનું સરકારે નિર્ણય કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાને મહાત્માગાંધીને યાદ કર્યાં હતાં તેમણે કહ્યું હતું કે મહાત્મા ગાંધીના વિચારો આજે પણ પ્રેરણા આપે છે. આજે વિશ્વના ખુણે ખુણે ગાંધી બાપૂની પ્રતિમા લાગી છે. જે તેમના વિચારની અસર છે. આ પ્રસંગે તેમણે 100 રૂપિયાના નવા સિક્કા પણ જાહેર કર્યાં હતાં. આ સિક્કાની એક તરફ યુવાન ગાંધીજીની તસવીર તો બીજી તરફ વૃદ્ધ રાષ્ટ્રપિતાની તસવીર કંડારવામાં આવી છે.