‘‘જયાં વસે ગુજરાતી, ત્‍યાં વસે ગુજરાત'': કતાર સ્‍થિત ગુજરાતી સમાજના ઉપક્રમે ઉજવાઇ ગયેલો નવરાત્રિ મહોત્‍સવ

22 Oct, 2015

વડોદરાના સુવિખ્‍યાત સુશ્રી નિશાબેન તથા ગૃપએ ગરબા અને મ્‍યુઝીકની રમઝટ બોલાવીઃ કતાર ખાતેના ભારતના રાજદૂત શ્રી સંજીવ અરોરા, આરબ અગ્રણીઓ,ભારતીયો, તેમજ તમામ કોમ્‍યુનીટી પ્રજાજનોએ ઉત્‍સવ ઉજવ્‍યો

કતારઃ ‘‘જયા વસે ગુજરાતી, ત્‍યાં સદા ગુજરાત''કતાર સ્‍થિત ગુજરાતી સમાજના ઉપક્રમે તાજેતરમાં ૧૬ ઓકટો.૨૦૧૫ના રોજ ગુજરાતનો પરંપરાગત તથા લોકપ્રિય તહેવાર નવરાત્રિ મહોત્‍સવ ઉમંગભેર ઉજવાઇ ગયો.

         દોહા મુકામે ઉજવાયેલા ઉપરોક્‍ત પ્રસંગે કતાર ખાતેના ભારતના એમ્‍બેસેડર શ્રી સંજીવ અરોરા ઉપરાંત આરબ અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા કતાર ખાતેના ગુજરાતી સમાજના પ્રેસિડન્‍ટ શ્રી હસમુખ પટેલની સમાજ માટેની છેલ્લા ૧૫ વર્ષની સમાજ માટેની સતત સેવાની કદરરૂપે ઉપરોક્‍ત તકે તેમનું ખાસ બહુમાન કરાયુ હતું.

         ઉપસ્‍થિત તમામ ભારતીયો તેમજ અન્‍ય કોમ્‍યુનીટી મેમ્‍બરોએ પણ મન ભરી નવરાત્રિ ઉત્‍સવનો આનંદ માણ્‍યો હતો જે અંતર્ગત વડોંદરાના સુવિખ્‍યાત નિશાબેન તથા તેમના સંગાથ ગૃપ ગરબા તથા મ્‍યુઝીક સાથે તહેવારની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.તેવું કતાર ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી શ્રી ડો.વિમેશ જાનીના અહેવાલ થકી શ્રી ચિરાગ માવદિયાની યાદી જણાવે છે.