પ્રિયંકા લગ્ન ક્યારે કરશે?

11 May, 2016

 પ્રિયંકા ચોપડાના હોમ-પ્રોડક્શન હેઠળ બની રહેલી ભોજપુરી ફિલ્મ ‘બમ બમ બોલ રહા હૈ કાશી’ની ઇવેન્ટ દરમ્યાન તેની મમ્મી મધુ ચોપડાને પ્રિયંકા ક્યારે લગ્ન કરશે એ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘હું આજે વર્ષોજૂના લગ્નજીવનનો પણ અંત આવી જતો જોઈ રહી છું. આજે લોકો રિલેશનશિપમાં એકબીજાને પૂરતો સમય નથી આપી રહ્યા. પ્રિયંકા જ્યારે એ લેવલ પર પહોંચશે, જ્યારે તે તેના સંબંધને સાચવી શકશે અને તેની રિલેશનશિપને પૂરતો સમય આપી શકશે ત્યારે લગ્ન કરશે. એવું નથી કે તમે અમુક ઉંમરના થઈ ગયા એટલે તમારે લગ્ન કરી લેવાં જોઈએ.’

 
પ્રિયંકાને કેવો પુરુષ ગમે છે?
 
પ્રિયંકા ચોપડા બૉલીવુડની મોસ્ટ ડિઝાયરેબલ ઍક્ટ્રેસ છે, પરંતુ પ્રિયંકાને કેવો પુરુષ ગમે છે એ પણ એક સવાલ છે. તેને જ્યારે પુરુષ પ્રત્યેની તેની પસંદગી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ‘તે કૉન્ફિડન્ટ હોવો જોઈએ. તે પોતાની શરતો પર જીવતો અને પોતાના નિયમો જાતે બનાવતો હોવો જોઈએ. શૂઝ પસંદ કરવાની તેની ચૉઇસ ખૂબ સારી હોવી જોઈએ, કેમ કે જે પુરુષે શૂઝ સારાં ન પહેર્યાં હોય તે મને નથી ગમતો.’
 
પ્રિયંકા અથવા દીપિકા બેમાંથી કોણ બનશે બૉન્ડ-ગર્લ?
 
પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ તેમની હૉલીવુડની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે ત્યારે એવી વાતો પણ ચાલી રહી છે કે તેમણે જેમ્સ બૉન્ડ સિરીઝની આગામી ફિલ્મ માટે ઑડિશન આપી છે. જેમ્સ બૉન્ડ સિરીઝની આગામી ફિલ્મ માટે હીરો હજી સુધી પસંદ નથી કરવામાં આવ્યો ત્યારે બૉન્ડ-ગર્લની શોધ ચાલી રહી છે. જોકે પ્રિયંકા અને દીપિકા સિવાય ઘણી હૉલીવુડની અભિનેત્રીઓ બૉન્ડ-ગર્લ બનવા માટે લાઇનમાં છે.

Loading...

Loading...