મોતની ભવિષ્યવાણી કરતી મોબાઇલ એપ્લિકેશન !!

04 Nov, 2014

પોતાના મૃત્યુનો દિવસ જાણવા માટે તમે એક અનોખી મોબાઇલ એપ્લિકેશનનો સહારો લઇ શકો છો. ડેડલાઇન નામની આ એપ માનવીના મોત અંગે ફક્ત તુક્કા લગાવતું નથી પરંતુ આઇફોનની હેલ્થકિટ ટૂલ દ્વારા મળેલી માહિતીના આધારે વ્યક્તિના મોતની ભવિષ્યવાણી કરે છે. એપના ડેવલપરે એપલ આઇટયૂન્સ પેજ પર લખ્યું છે કે હકીકત તો એ છે કે કોઇ એપ માનવીની મોતની સચોટ તારીખ આપી શક્તું નથી. વાસ્તવિકતા તો એ છે કે આ એપ્લિકેશન વ્યક્તિના આરોગ્યનું ધ્યાન આપે છે અને વ્યક્તિને સારી જીવનશૈલી અપનાવવા અને જરૂરી હોય ત્યારે ડોક્ટર પાસે જવા પ્રોત્સાહિત કરે છે.

કેવી રીતે કામ કરે છે આ ટૂલ

આઇફોનનું હેલ્થકિટ ટૂલ વ્યક્તિની ઉંચાઇ, બ્લડપ્રેશર, વ્યક્તિ દિવસમાં કેટલું ચાલે છે ને કેટલો સમય ઊંઘે છે તે સર્વ માહિતી એકત્ર કરે છે. આ માહિતી સાથે તે વ્યક્તિની જીવનશૈલી અંગેના કેટલાક સવાલોના જવાબોની સમીક્ષા કરે છે અને તેના આધારે મોતની તારીખ આપે છે.