ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા ગયો અને થયું ‘આવું’ જે વાંચીને તમે કહેશો OMG!

15 Dec, 2014

પોતાની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કરવા માટે અલગ અલગ તુક્કાઓ અજમાવતા હોય છે અને ઘણી વખતે આવું કરવા જતાં ઘણું મોટું નુકસાન પણ સહન કરવું પડતું હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે એક વ્યક્તિ સંપૂર્ણ તૈયારી સાથે લગ્ન માટે પ્રપોઝ કરવા માટે ગર્લફ્રેન્ડના ઘરે પહોંચી ગયો હતો. ફિલ્મી સ્ટાઇલમાં તે ક્રેનનો સહારો લઇને ગર્લફ્રેન્ડના બેડરૂમ પાસે પહોંચ્યો હતો અને તે પ્રપોઝ કરવાનો જ હતો કે ક્રેન તેનું સંતુલન ખોઇ બેઠી અને પોડોશીની દિવાલ તોડીને તેના ઘરમાં પડ્યો હતો.

આ કિસ્સો નેધરલેન્ડ્સના આઇજેલ્સટાઇન શહેરનો છે અને આ ઘટનાની જાણકારી જેવી પોલીસને મળી કે તે તાત્કાલીક ઘટના સ્થળ પહોંચી હતી.આ ઘટનાના કારણે આસપાસના બીજા બે મકાનો પણ ખાલી કરી દેવામાં આવ્યા હતા.આ ઘટનામાં કોઇ ઘાયલ થયું નથી પરંતુ પડોશીના ઘરને ઘણું નુકસાન થયું છે. મજાની વાત એ છે કે જ્યારે છોકરીને આખી ઘટનાની જાણકારી મળી તો છોકરી ખૂબ હસી અને તેણે પ્રપોઝલને સ્વીકારી લીધું હતું.