અમેરિકામાં ગુજ્જુ યુવાનની સિદ્ધિ:15 કલાક વિમાન ઉડાવી બન્યો પાઈલોટ

09 Nov, 2014

દેવગઢ બારિયા નગરના સ્ટેશન શેરી વિસ્તારના એક તેજસ્વી યુવાને અમેરિકામાં એર લાઇન્સ ટ્રાન્સપોર્ટ પાઇલટનું લાઇસન્સ મેળવ્યું છે. મધ્યમ વર્ગના આ યુવાને સ્વબળે કઠોર પરિશ્રમ કરીને આ સિદ્ધી મેળવતાં આખા નગરમાં ખુશીની લાગણી ફેલાઇ છે. દેવગઢ બારિયા નગરમાં આવેલ સ્ટેશન શેરીમાં રહેતા શિરીષચન્દ્ર પટેલ કે જેઓ મધ્યમ વર્ગના છે અને તેઓ દેવગઢ બારિયા નગરમાં નાનો મોટો ધંધો કરતા હતા. તેઓના સબંધીઓ અમેરિકામાં સ્થાઇ થયેલા હતા.

જેથી તેઓને પણ અમેરિકા જવા માટે સબંધીઓ દ્વારા કાર્યવાહી કરાતા 2008 માં તેઓને ગ્રીન કાર્ડ વીઝા મળતા તેઓ તેમના પત્ની અને રર વર્ષના પુત્ર મિતનને સાથે લઇને અમેરિકા ગયા હતા. સીરીષભાઇ રેસ્ટોરંટમાં કામ કરતા હતા અને માતા બેબી સીટીગનું કામ કરતા હતા.જયારે મિતેન જુન 2008થી જુલાઇ 2011 સુધી મોલ, મોટેલમાં રાત દિવસ નોકરી કરીને ફી ભેગી કરીને સ્વબળે પાઇલોટ ટ્રેનિંગ સ્કૂલમાં એડમીશન લીધુ હતું અને પાઇલોટની ટ્રેનિંગ લીધી હતી.

પછી પ્રથમ પ્રાઇવેટ પાઇલોટ બનીને 15 કલાક વિમાન ઉડાવીને ઇન્ટર નેશનલ કક્ષાનો પાઇલોટ બન્યો અને અમેરિકામાં ફેડરલ એ.વી.એસનનું લાઇસન્સ મેળવ્યું હતું.આ લાઇસન્સ અને 15 કલાક વિમાન ઉડાવવાના અનુભવને કારણે તા.6 નવેમ્બર 2014 ના રોજ અમેરિકાની જેટ ગો એરલાઇન્સ માટે ફસ્ટ ઓફીસરની નોકરી મેળવીને તેમણે જોયેલું સપનું સાકાર કર્યુ. કઠોર પરિશ્રમ અને ધગશના કારણે મધ્યમ વર્ગના આ યુવાને આ સિદ્ધી મેળવતા દેવગઢ બારિયા નગરમાં અને તેમના પરિવારમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.

મારી ઇચ્છા ક્રિકેટર બનવાની હતી
હું દેવગઢ બારિયામાં રહેતો હતો ત્યારે મારી ક્રિકેટર બનવાની ઇચ્છા હતી. હું ફાસ્ટ બોલર હતો અને વડોદરા એમ.એસ.યુનિ.માં થી 2007 માં નેશનલ કક્ષાની ક્રિકેટ મેચ રમ્યો હતો. પરંતુ મારા પરિવારના 2008માં અમેરીકાના ગ્રીનકાર્ડ વિઝા મળતા હું માતા પિતા સાથે અહીં આવતો રહ્યો જેથી ક્રિકેટર બનવાની મારી ઇચ્છા અધુરી રહી હતી. પણ મારે જીવનમાં કંઇક બનવું છે.

ગામનું મારૂ અને માતા પિતાનું નામ રોશન કરવું છે. એવા સંકલ્પ સાથે મે અહી રાત દિવસ મહેનત કરી અને પાઇલોટ ટ્રેનિગ સ્કુલમાં એડમીશન મેળવ્યું અને ટ્રેનિંગ પૂર્ણ કરી. જેથી મને એરલાઇન્સ ટ્રાન્સપોર્ટ પાઇલટ (એ.ટી.પી.)નું લાઇસન્સ મળ્યું અને જેટ ગો એરલાઇન્સમાં પાઇલટ તરીકેની નોકરી મળી છે.
- મિતેન પટેલ, પાયલેટ બનેલો યુવક