National

કેરળમાં કિસ ડે, ખુલ્લેઆમ કિસ કરશે કપલ્સ

કોચ્ચિમાં કાલે આયોજિત 'કિસ ડે' સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો શું થશે. હવે આ પ્રશ્નને ઘણા સ્તર પર પૂછવામાં આવે છે. સમાચાર છે કે હજારો કપલ્સે મરીન ડ્રાઇવ બીચ પર થનાર કાર્યક્રમમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. આ બધા કપલ સમુદ્ર તટ પર ઉભા રહીને એકબીજાને ખુલ્લેઆમ કરી કરશે.

પરંતુ પોલીસની મનાઇ
જો કે પોલીસે 'કિસ ડે' આયોજનને પરવાનગી આપવાની મનાઇ કરી દિધી છે. તેમનું કહેવું છે કે કાનૂન વ્યવસ્થાની સમસ્યા આવે છે તો તેના પર પ્રતિબંધ લગાવવામાં આવશે. રાજધાનીમાં રહેનાર વરિષ્ઠ મલયાલી લેખક રાજન નાયરે કહ્યું કે કેરળનો સમાજ ઝડપથી બદલાઇ રહ્યો છે. આ સમાજે એક જમાનામાં કોમ્યુનિસ્ટ પાર્ટીને પ્રદેશમાં સત્તાસીન કરી હતી. જો આ વખતે ત્યાં કિસ ડે સફળ રહ્યો તો સમજી લેવું જોઇએ કે ત્યાંનો સમાજ ફરીથી પરિવર્તનના મૂડમાં છે.

કિસ ડેનું આયોજન 'પિંક ચડ્ડી' સમૂહની કેરળની એકમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પિંક ચડ્ડી સમૂહ ત્યારે સામે આવ્યો હતો જ્યારે મંગલૌરના પબમાં નશામાં સ્વચ્છંદ ડાંસ કરતા યુવક યુવતિઓ પર હુમલા બાદ તેને શ્રીરામ સેનાના નેતા પ્રમોદ મુથાલિકને ગુલાબી રંગના ઇનર વેયર મોકલ્યા હતા.

કિસ ડેનું આયોજન કેમ?
વરિષ્ઠ લેખક અવધેશ કુમારે જણાવ્યું હતું કે રાજ્યના કોઝિકોડ સ્થિત એક કોફી શોપમાં થોડા દિવસો પહેલાં યુવક યુવતિઓનું આલિંગન, લિપલોક, અનવરત કિસિંગ સહિત ઘણા પ્રકારની ઉત્તેજક ગતિવિધિઓનો વિડિયો એક સ્થાનિક ચેનલે બતાવ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા યુવા મોરચાના સભ્યોએ આ કોફી શોપમાં તોડફોડ કરી હતી.

આના વિરોધ અને પ્રેમને અભિવ્યક્ત કરવાની આઝાદીના નામ પર 'કિસ ડે'ના આયોજનનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય યુવા મોરચાએ કાર્યક્રમમાં વિધ્ન નહી નાખવાની વાત કહી છે. આ દરમિયાન આયોજકોમાંથી એકે કહ્યું 'પ્રેમ અને સ્નેહનું અપરાધિકરણ ખૂબ જ ખરાબ વાત છે. કોફી શોપ પર હુમલો ફક્ત એક સંકેત છે. દુભાર્ગ્યથી આ પ્રવૃત્તિ વધતી જઇ રહી છે.

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર સફળ અભિયાન
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર પણ 'કિસ ડે'ના સમર્થનમાં જોરદાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તેના માટે 'કિસ ઑફ લવ' નામથી એક પોઝ બનાવવામાં આવ્યો છે. શોર્ટ ફિલ્મમેકર રાહુલ પશુપાલને આ અભિયાનને પોતાનું સમર્થન આપ્યું છે. આ પેજને અત્યાર સુધી 31 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. આ પેજ પર લખવામાં આવ્યું છે, ''મોરલ પુલિસિંગ એક ક્રિમિનલ ગતિવિધિ છે. મોટાભાગની રાજકીય પાર્ટીઓ અને ધાર્મિક સંગઠન આમ કરવાનો પ્રયત્ન કરે છે. યુવાઓના એક સમૂહે સાથે આવીને એ વ્યક્ત કરવાનો નિર્ણય કર્યો કે કિસ પ્રેમનું પ્રતિક છે.'

પોલીસનું કહેવું છે કે અમે લોકોને એકઠા થતાં તો રોકી ન શકીએ, પરંતુ ટ્રાફિક અને સ્થિતિ બગડી તો અમે લોકોની ધરપકડ કરી શકીએ.

Releated News