હવે ખાસ એપ્લિકેશન કહેશે કે તમારાં કપડાં બ્રાન્ડેડ છે કે નહીં?

16 Nov, 2014

જો તમે કોઇ બ્રાન્ડેડ શોરૂમમાં જઇને એક કરતાં વધારે બ્રાન્ડના કપડાં ખરીદવા માંગે છે, પંરતુ એવો ડર તમને સતત સતાવી રહ્યો છે કે તમારા કપડાં બ્રાન્ડેડ આવશે કે નહી. તમને એવો ડર લાગી રહ્યો હોય કે તમે વધુ રૂપિયા ખર્ચતાં પણ ઓરિજન બ્રાન્ડના કપડાં નથી મળતાં, તો હવે તમારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.હાલમાં જાપાનની એક કંપની NEC કોર્પોરેશને એખ એવી એપલિકેશન બનાવી છે જેની મદદથી તમે ખરીદેલ બ્રાન્ડેટ કપડાં ખરેખરમાં બ્રાન્ડેડ છે કે નહી તેની જાણ કારી આપે છે.

આ એપ્લિકેશન કપડાંના ક્લોઝઅપ ફોટોની મદદથી બ્રાન્ડેડ કપડું છે કે નહીં તેની પરક કરે છે. કેમકે જેવી રીતે માનવ શરિરીના ફ્રિન્ગર પ્રિન્ટને એક ચોક્કસ પેટન્ટ હોય છે, એવી જ રીતે બ્રાન્ડેડ કપડાંની પણ એક ખાસ પેટન્ટ હોય છે. ક્લોઝ અપ ફોટાની મદદથી એપ્લિકેશનમાં આપવામાં આવેલ ખાસ ‘રિકગ્નિશન સિસ્ટમ’ નકલી બ્રાન્ડ અને પેટર્નને ઓળખી કાઢે છે.