રેસ્ટોરન્ટમાં કામ કરનારાઓએ ખોલી ત્યાંની પોલ, તમે બહાર ખાવાનું છોડી દેશો આ વાંચીને

08 Jun, 2016

આજની બિઝી લાઈફમા બહારનુ જમવાનુ કોને ન ગમે. થાકીને લોથપોથ થઈને ઓફિસથી આવો, એટલે ઘરે જમવાનુ બનાવવાની એનર્જિ જ નથી રહેતી. તેથી મોટાભાગના લોકો બહાર રેસ્ટોરન્ટમાં જમી લેતા હોય છે. બહારનુ જમવાનું હોંશેહોંશે તો ખાઈ લે છે, પણ ક્યારેય જોવાની તસ્દી લેતા નથી કે, તેમને પિરસેલુ જમવાનું કેટલુ ગંદુ હોય છે.

રેસ્ટોરન્ટમા જમવુ કેટલુ રિસ્કી હોય છે તેની પોલ ખોલી કેટલીક રેસ્ટોરન્ટ્સમાં કામ કરનારા વર્ક્સે. વિસ્પર નામની એક એપ પર કેટલાક વર્ક્સે રેસ્ટોરન્ટની કાળી બાજુ ખોલી દીધી અને કન્ફેસ કર્યું કે તેમણે કેટલા ગંદા પ્રકારનું ફૂડ કસ્ટમર્સને સર્વ કર્યું છે.


વર્કર્સનુ આ કન્ફેશન વાંચીને તમે રેસ્ટોરન્ટમાં ખાવાનું છોડી દેશો. ચાલો જોઈએ આવા કન્ફેશન...
 

 •     રેસ્ટોરન્ટમાં મારાથી અનેકવાર બ્રેડ રોલ્સ નીચે પડી ગયા હતા, તેમ છતાં મેં તે ઉંચકીને સર્વ કર્યાં
 •     એકવાર એક ઓર્ડરનુ જ્યૂસ ફ્રીજમાં બગડી ગયું છે કે નહિ તે જોવા ગ્લાસ મોઢે લગાવ્યો અને તે જ સર્વ કર્યો
 •     રેસ્ટોરન્ટમાં અમે ક્યારે ચમચીઓ સારી રીતે વોશ કરતા નથી, માત્ર પાણીમાંથી કાઢી લઈએ છીએ. જેથી ચોંટેલુ ખાવાનુ નીકળી જાય.
 •     એકવાર હું સલાડ ટેબલ પર સર્વ કરી રહ્યો હતો ત્યારે જોયુ કે તેના પર લાંબો વાળ ચોંટેલો છે. મેં ચૂપચાપ સર્વ કર્યું અને ખાનારાઓએ પણ ન જોયું. તે લોકો બધુ સલાડ ખાઈ ગયા
 •     ફ્રેન્ચ ફ્રાઈઝ સર્વ કરતા પહેલા હું થોડી કાઢી લેતો. જેથી હુ બાદમાં તેને ખાઈ શકું.
 •     ક્યારેક મને કામ પર મોડુ થઈ જતુ તો હુ હાથ ઘોયા વગર જમવાનુ બનાવતો
 •     એકવાર મને બહુ જ તરસ લાગી તો મેં કસ્ટમરનુ ડ્રીંક સર્વ કરતા પહેલા થોડુ પી લીધું
 •     ક્યારેક કસ્ટમર મને ફરીથી જમવાનું બનાવવાનુ કહેતા તો હું તે માઈક્રોવેવમાં ગરમ કરીને સર્વ કરતો. પછી હું તેમને પૂછતો કે કેવુ બન્યું છે, તો તેઓ પહેલા કરતા સારુ બન્યુ છે તેવુ કહેતા
 •     હુ જે રેસ્ટોરન્ટમાં કામ કરતો ત્યા ફૂગ લાગેલુ જમવાનું પણ સર્વ થતુ. પણ મને બીક લાગતી કે હુ કંઈક કહીશ તો મને નોકરીમાંથી કાઢી મૂકશે
 •     જ્યારે મને રેસ્ટોરન્ટમાં ટોયલેટ સાફ કરતા કહેતા, તો હુ ટેબલ પર બિછાવેલા ટોવેલથી સાફ કરતો. કારણ કે, હુ સર્વર છું, ટોયલેટ સાફ કરનારો નહિ
 •     કસ્ટમર મને લો ફેટ રાંચ કહેતા, તો હુ તેમને હંમેશા રેગ્યુલર રાંચ સર્વ કરતો. જો તમે ખરેખર ડાયટ કરવા માગો છો તો તમારે રાંચ લેવાની જરૂર જ નથી
 •     હું જે રેસ્ટોરન્ટમાં કામ કરતો ત્યાં મેં ક્યારેય ટેબલ ક્લોથ ઘોયેલા જોયા નથી
 •     મેં કેટલીયવાર ગંદા હાથોથી કસ્ટમરના ફૂડને ટચ કર્યું છે, બટ હુ કેર્સ!!!