International

બરફના પાણીમાં ઊતર્યાં લોકો, આમ કર્યું ન્યૂ યર એન્જોય

 અમેરિકામાં હજારો લોકોએ શિયાળાની ઠંડીને ભૂલીને બરફ જેવા પાણીમાં એન્જોય કર્યું. દરવર્ષે યોજાતી પોલર બિયર સ્વિમિંગમાં લોકોએ ઠંડીની જરાય ચિંતા નહોતી કરી. ન્યૂયોર્કના કોની આઈલેન્ડથી લઈને કેનેડા સુધી લોકો પાણીમાં મસ્તી કરતાં દેખાયા હતા.

પોલર બિયરની સ્વિમિંગમાં મહિલાઓ, બાળકો અને પુરુષોએ ભાગ લીધો હતો. સ્વિમિંગ સૂટમાં લોકો બર્ફિલી નદી, સમુદ્ર અને તળાવમાં દોડતા દેખાયા હતા. ભાગ લેનારી યુવતી રોમિલા કહે છે કે લોકો એટલા ઉત્સાહમાં આવી જાય છે કે કોઈને શિયાળો છે એવું પણ યાદ નહોતું આવતું.
 
લોકો પરંપરા નિભાવવા માટે નહીં પણ ભરપૂર મસ્તી કરી શકાય તે માટે જ મોડે સુધી પાણીમાં રહે છે. કેટલીક જગ્યાએ તો આ કાર્યક્રમથી ચેરિટીનો પણ પ્રયાસ કરવામાં આવે છે.
 
1903થી ચાલે છે આ પરંપરા
પોલર બિયર સ્વિમિંગની શરૂઆત પોલર બિયર ક્લબે 1903માં કરી હતી. એ પછી તેમાં ભાગ લેનારાઓની સંખ્યા સતત વધતી જ ગઈ છે. ઓર્ગેનાઈઝર લોકોને બીમાર બાળકો માટે પૈસા દાન કરવાનું પણ કહે છે.
 
Source By : Divyabhaskar

Releated Events