National

આવું છે Facebook હેડક્વાર્ટર, કર્મચારીઓને મળે છે આ સુવિધાઓ

 ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ અત્યારે ભારતની મુલાકાતે છે અને તે IIT દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે ટાઉનહૉલ બેઠક કરીને પ્રશ્નોત્તરી કરશે. વિદ્યાર્થીઓના સવાલોના જવાબો આપશે. માર્ક મંગળવારે ભારત પહોંચ્યા ત્યારબાદ પહેલા તાજમહેલ પહોંચ્યા હતા.

 
ફેસબુકની નવી ઓફિસ
 
ફેસબુકની ટીમ માર્ચ મહિનામાં નવા હેડક્વાર્ટરમાં શિફ્ટ થઇ ગઇ છે. આ હેડઓફિસ કેલિફોર્નિયાના મેનલો પાર્કમાં બનાવવામા આવી છે. આખી ઓફિસને આર્ટિટેક્ટ ફ્રેન્ક ગેહરેએ ડિઝાઇન કરી છે. ફેસબુકની આ નવી ઓફિસ 430,000 વર્ગ ફૂટમાં ફેલાઇયેલી છે. આમાં શાનદાર ગાર્ડન પણ છે જેમાં ઓછામાં ઓછા 400 વૃક્ષ રોપેલા છે. ઝકરબર્ગના કહેવા અનુસાર તેમનુ લક્ષ્ય એન્જિનીયરને પરફેક્ટ સ્પેશ આપવાની અને આખી ટીમની સાથે મળીને કામ કરવાનું છે. આ નવી ઓફિસમાં લગભગ 2,800 કર્મચારીઓ કામ કરે છે. 
 
ઓફિસમાં શું છે ખાસ 
 
* ફેસબુકનું હેડક્વાર્ટર દુનિયાનું સૌથી મોટુ ઓપન ફ્લોર પ્લાન છે જેમાં 9 એકર રૂફટૉપ પાર્ક છે. 
* એક સિંગલ રૂમ પ્લાન હેઠળ ફેસબુકના હજારો કર્મચારીઓ એક સાથે કામ કરે છે. 
* ફેસબુકની ઓફિસમાં કર્મચારીઓ માટે પ્લેઇંગ એરિયા, સ્લિપીંગ એરિયા, સ્વિમીંગ એરિયા, સ્વિમીંગ પૂલ વગેરે સુવિધાઓ આપી છે. 
* ફેસબુકની ઓફિસને જુદા જુદા કલર્સ અને આર્ટિસ્ટ વર્કથી શણગારી છે.  
* ફેસબુક ઓફિસમાં કર્મચારીઓ સાયકલ પર સવારી કરે છે. 
* ફેસબુકના હેડક્વાર્ટરમાં કેફેટેરિયા, ગાર્ડન લંચ એરિયા અને કેન્ટિન ઉપલબ્ધ છે. આ ઉપરાંત પુરતી ફ્રી સ્પેસ છે જ્યાં ફેસબુકના કર્મચારીઓ નવરાશના સમયે લટાર મારી શકે છે. 
* ફેસબુકની ઓફિસમાં લોકો પોતોના પેટ્સને લઇને પણ જઇ શકે છે. 
 
Source By : Divyabhaskar

Releated News