હવે તમે ચલાવી શકશો એક જ સ્માર્ટફોનમાં બે વોટ્સએપ..!

18 May, 2016

અત્યાર સુધી તમે કોઈપણ સ્માર્ટફોનમાં એકસાથે બે વોટ્સએપ એકાઉન્ટ્સ ચાલતા નહીં જોયા હોય. પરંતુ હવે ટૂંક સમયમાં જ એક અનોખો સ્માર્ટફોન બજારમાં લોન્ચ કરવામાં આવી રહ્યો છે જેમાં એક સાથે બે એકાઉન્ટ્સ ચલાવી શકાય છે. આ સ્માર્ટફોનનું નામ Coolpad Max છે. જે 20 મેના દિવસે ભારતમાં લોન્ચ થઈ રહ્યો છે. આ ફોનની કિંમત લગભગ 15થી 20 હજાર રૂપિયાની સુધી છે. તેમા અન્ય ફોનની તુલનામાં કેટલાક સારા ફિચર્સ હશે.

આ ફોનની ખાસિયત
આ ફોનની ખાસિયત છે કે તેમાં એક જ ડિવાઈસમાં બે વોટ્સએપ એકાઉન્ટ સપોર્ટ કરે છે
ફોનમાં 5.5 ઈંચની ફુલ એચડી 2.3ડી કર્વ્ડ ડિસ્પલે સ્ક્રિન છે
5.1 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ મળશે
સ્ટોરેજની વાત કરીએ તો ફોનમાં 32 GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવેલી છે
Coolpad Maxમાં કેમેરાના પણ ખાસ ફિચર્સ આપવામાં આવેલા છે
સારી ઈમેઝ ક્વોલિટી માટે 13 મેગાપિક્સલનો રિયર કેમેરા
સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળશે
32 GB મોડલમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 615 પ્રોસેસરની સાથે 3GB રેમ આપવામાં આવેલી છે
આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે 4G એલટીઈ સપોર્ટ બ્લૂટૂથ અને વાઈ-ફાઈ પણ હશે
ફોનમાં 2800mAhની બેટરી પણ છે

Loading...

Loading...