Gujarat

નાગરીક બેંક અને વોકહાર્ટ હોસ્‍પીટલ દ્વારા MOU

એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્‍પિટલ સાથે તાજેતરમાં રાજકોટ નાગરીક સહકારી બેંકના બે લાખ પચાસ હજારથી વધારે સભાસદો તથા તેના પરિવારના સભ્‍યોની આરોગ્‍યની જાળવણી માટે એક કરાર કરેલ છે. કરાર મુજબ નાગરીક બેંકના સભાસદ પોતે કે તેના પત્‍નિ કે પતિને હેલ્‍થ ચેક અપ માટે તેમજ હોસ્‍પિટલના ઇન્‍ડોર પેશન્‍ટ તરીકે મેળવેલ સારવારના બીલમાં ખુબજ આકર્ષક વળતર આપવાની આ કરાર મુજબ હોસ્‍પિટલે જાહેરાત કરી છે.

   તાજેતરમાં બેંકની કોર્પોરેટ ઓફીસ ખાતે બેંકના ચેરમેન જયોતિન્‍દ્રભાઇ મહેતા, વાઇસ ચેરમેન નલીનભાઇ વસા, પૂર્વ ચેરમેન અને ડિરેકટર કલ્‍પકભાઇ મણીઆર, પૂર્વ વાઇસ ચેરમેન અને ડિરેકટર ટપુભાઇ લીંબાસીયા, જનરલ મેનેજર હરકિશનભાઇ ભટ્ટની ઉપસ્‍થિતિમાં આ એમઓયુ પર સહિ સિકકા કરવામાં આવેલ આ પ્રસંગે હોસ્‍પિટલના મિડીયા એન્‍ડ પી.આર. કન્‍સલ્‍ટન્‍ટ મનહરભાઇ મજીઠીયા, માર્કેટીંગ એકઝીકયુટીવ નિરવ ભટ્ટ તથા નાગરીક બેંકના એજીએમ-બ્રાન્‍ચીઝ ખુમેશ ગોસાઇ ખાસ ઉપસ્‍થિત રહેલ હતા.

   આ પ્રસંગે બેંક ચેરમેન જયોતિન્‍દ્રભાઇ મહેતા તથા બેંકના વાઇસ ચેરમેન નલીનભાઇ વસાએ જણાવેલ હતું કે સમગ્ર એશિયામાં સૌથી વધુ સભાસદો ધરાવતી અને સહકારી ક્ષેત્રમાં ગુજરાતમાં નંબર એકનું સ્‍થાન ધરાવતી રાજકોટ નાગરીક સહકારી બેંકે અત્‍યાર સુધીમાં સભાસદોના ઉત્‍કર્ષક અને કલ્‍યાણ માટે વિવિધ યોજનાઓ રજૂ કરેલ છે. જેમાં ખાસ કરીને તેમના આરોગ્‍યની સંભાળ માટે કેન્‍સર હોસ્‍પિટલ, કિડની હોસ્‍પિટલ તેમજ વોકહાર્ટ હોસ્‍પિટલ સાથે ઘણા વર્ષોથી ટાઇ અપ છે અને સભાસદોને આ હોસ્‍પિટલમાં સારવાર માટે જરૂરી આર્થિક સહાય આપવામાં આવે છે. હવે બેંકે એક વિશાળ કદમ આગળ વધી બેંકના બે લાખ પચાસ હજારથી વધારે સભાસદોના આરોગ્‍યની ચિંતા કરી રાજકોટ ખાતે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની તબીબી સેવા પૂરી પાડતી એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્‍પિટલ ખાતે સમજૂતિ કરાર કરેલ છે તે મુજબ બેંકનો કોઇપણ સભાસદ કે તેમના પરિવારના સભ્‍યો ખૂબજ રાહતદરે વોકહાર્ટ હોસ્‍પિટલ ખાતે તેનું હેલ્‍થ ચેક અપ કરાવી શકાશે. શ્રી જયોતિન્‍દ્રભાઇએ જણાવેલ હતું કે ‘‘પ્રીવેન્‍સન ઇઝ બેટર ધેન કયોર'' એ કહેવત મુજબ આપણે માંદા જ ન પડીએ તે માટેની જરૂરી શારિરીક ચકાસણી સમયાંતરે કરાવી લેવી જોલઇએ. આ ઉપરાંત કોઇપણ સંજોગોમાં હોસ્‍પિટલમાં જરૂરી સારવાર માટે દાખલ થવું પડે તો તેના બીલમાં પણ સભાસદને હોસ્‍પિટલ સારૂં એવું વળતર આપશે. નાગરીક બેંક તરફથી આપવામાં આવતા એટીએમ ડેબીટ કાર્ડનો ઉપયોગ આવકાર્ય છે.

    જયોતિન્‍દ્રભાઇ તેમજ નલીનભાઇના જણાવ્‍યા મુજબ લાખો લોકોના આરોગ્‍યની એક સાથે ચિંતા કરી આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની સુવિધા ધરાવતી એક હોસ્‍પિટલ સાથે આ પ્રકારનો સમજૂતિ કરાર કરેલ છે તે માત્ર સહકારી ક્ષેત્રે જ નહીં પરંતુ આરોગ્‍ય ક્ષેત્રે પણ દેશનો આ સૌથી મોટો કરાર હશે. બેંકના તમામ સભાસદો આ યોજનાનો લાભ લઇ તંદુરસ્‍ત રહે તેવી સભાસદોને અપીલ કરેલ છે. વોકહાર્ટ હોસ્‍પિટલના સેન્‍ટર હેડ ડો. જગદીશ ખોયાણી અને સિનીયર માર્કેટીંગ મેનેજર સદાશિવ વિષ્‍ણુએ આ પ્રસંગે જણાવેલ હતું કે, વોકહાર્ટ હોસ્‍પિટલ માટે આ ગૌરવપ્રદ ઘટના છે કે સહકારી ક્ષેત્રે ઉત્‍કૃષ્‍ટ સ્‍થાન ધરાવતી અને બે લાખ પચાસ હજારથી વધારે સભાસદો ધરાવતી બેંક હોસ્‍પિટલની સેવાઓની નોંધ લઇ અમારી સાથે સમજૂતી કરાર કરેલ છે તે અમારા માટે પણ ગૌરવપ્રદ ઘટના છે. વોકહાર્ટ હોસ્‍પિટલ સૌરાષ્‍ટ્ર-કચ્‍છના તમામ નાગરીકોનું આરોગ્‍ય ખુબજ સારૂં રહે તેવી શુભેચ્‍છા પાઠવે છે. આમ છતાં નાગરીક બેંકના સભાસદો અને સૌરાષ્‍ટ્રના નાગરીકોને ઉત્‍કૃષ્‍ટ તબીબી સારવાર પૂરી પાડવા અમે હંમેશા કટીબધ્‍ધ છે.

   રાજકોટ નાગરીક બેંકના સભાસદોએ વોકહાર્ટ હોસ્‍પિટલની યોજનામાં જોડાવા માટે બેંક તરફથી તેમને આપવામાં આવેલ ઓરીજીનલ સ્‍માર્ટ કાર્ડ એક ઝેરોક્ષ કોપી સાથે હોસ્‍પિટલમાં જવાનું રહેશે આ ઉપરાંત હોસ્‍પિટલ અને સભાસદોની સુવિધા માટે હેલ્‍થ ચેકઅપ ડિપાર્ટમેન્‍ટની એપોઇન્‍ટમેન્‍ટ મેળવી હેલ્‍થ ચેકઅપ માટે જાય તે જરૂરી છે હેલ્‍થ ચેક અપ માટે જવા માટે હોસ્‍પિટલના હેલ્‍થ ચેક અપ ડિપાર્ટમેન્‍ટના ફોન નં. ૦ર૮૧-૬૬૯૪ર૮૩ ઉપર એપોઇન્‍ટમેન્‍ટ મેળવી લેવી જરૂરી છે. 

Releated News