શનિવારે રાજકોટમાં મેગા કુકીંગ કોમ્‍પીટીશન-રસોઇ વર્કશોપ

25 Dec, 2014

એઇટ અવર્સ એન્‍ટરટેઇન્‍મેન્‍ટ રાજકોટ અને આર્ટ ઓફ કુકિંગ અમદાવાદના શિવાની મેહતા દ્વારા રાજકોટમાં પ્રથમ વખત મેગા કુકિંગ કોમ્‍પિટીશન અને એક દિવસીય રસોઇ વર્કશોપ ‘એ ડે વિથ માસ્‍ટર શેફ'નું તા. ૨૭ ડીસેમ્‍બરના રોજ હોટલ ગ્રાન્‍ડ રીજન્‍સી, ઢેબર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્‍યાનું એક યાદીમાં જણાવાયું છે.

   ભારતના સેલીબ્રીટી શેફ રિપુદમન હાંડા (સ્‍ટાર પ્‍લસ માસ્‍ટર શેફ ઇન્‍ડિયા સીઝન-૩ના વિજેતા અને નચબલિયે ના ટોપ ફાઇનલીસ્‍ટ) આ ખાસ ઇવેન્‍ટનું મુખ્‍ય આકર્ષણ રહેશે. તેમ શ્રી કલ્‍પક રૂપાણીએ જણાવ્‍યું છે.

   રાજકોટમાં સહુ પ્રથમ વખત રસોઇ શો ની મોટા ગજાની નેશનલ સેલીબ્રીટી આવી રહી છે અને પોતાની રેસીપીમાંથી નવી નવી વાનગીઓ શીખવશે તેમ આયોજકો જણાવે છે.

   મેગા કુકિંગ કોમ્‍પિટીશનના વિજેતાઓને સેલીબ્રીટી શેફ રિપુદમનના હસ્‍તે ઇનામ અને સર્ટીફીકેટ અપાશે તેમ શ્રી શિવાની મહેતાએ જણાવ્‍યું છે.

   ભાગ લેનાર દરેક બહેનોની વાનગીઓ સેલીબ્રીટી શેફ રિપુદમન ચાખશે અને એક થી ત્રણ નંબર આપશે. આ ઉપરાંત ભાગ લેનાર દરેકને સેલીબ્રીટી શેફ રિપુદમન હાંડા અને શિવાની મેહતા જે ઇટીવી ‘રસોઇ ની મહારાણી'ના વિજેતા છે તેમના હસ્‍તાક્ષરવાળું સર્ટીફીકેટ અપાશે તેમ સર્વ શ્રી કલ્‍પક રૂપાણી, શિવાની મહેતા, પાયલ પારેખ અને હેમલ મહેતાએ જણાવ્‍યુ છે.

   આ ખાસ ઇવેન્‍ટમાં બહેનોને નવી ગેમ્‍સ પણ રમાડવામાં આવશે.

   આર્ટ ઓફ કુકિંગ અમદાવાદના શિવાની મેહતા કહે છે કે કાઠીયાવાડી રસોઇનો સ્‍વાદ કૈક અનોખો હોઇ છે. ભારતની એક દેશ વિદેશની વાનગીઓ તો અમે શીખવતા જ હોઇએ પરંતુ રાજકોટની સ્‍વાદપ્રિય જનતા અને ખાસ બહેનો પાસેથી આ કુકિંગ કોમ્‍પિટીશન મારફત અમને પણ નવું  શીખવાનો મોકો મળશે. રાજકોટને રંગીલું રાજકોટ એટલે જ તો કેહવાય છે કે રાજકોટની પ્રજા દેશ વિદેશના રંગોને અપનાવી કાયમ નવું કરવાની અને નવું શીખવાની હોશ રાખતું સતત ધબકતું શહેર છે.

   આ ઇવેન્‍ટમાં ભાગ લેવા અને વધુ વિગત જાણવા એઇટ અવર્સ એન્‍ટરટેઇન્‍મેન્‍ટ રાજકોટના કલ્‍પક રૂપાણી અને પાયલ પારેખનો સંપર્ક મોબાઇલ નં. ૦૮૮૬૬૫ ૫૯૯૮૮ ઉપર કરી શકાય છે. ઇવેન્‍ટની ફી રૂ. ૨૦૦ રાખેલ છે.