Kanya Sesser: જન્મથી જ પગ નહીં હોવા છતાં, આજે છે સફળ મોડલ

17 Oct, 2015

ફેશનની સૌથી સારી વાત એ છે કે આપણે તેને કોઇ સીમામાં બાંધી નથી શકતા અને હંમેશા તેમાંથી કંઇક અલગ અને રસપ્રદ બાબત જાણવા મળે છે. આવું જ કંઇક અલગ અને અનોખી વાત જોવા મળે છે Kanya Sesser તરીકે, જેણે લૉન્જરીની મોડલ તરીકે પોતાની અલગ ઓળખ બનાવી છે.

થાઇલેન્ડના Buddhist Templeની બહાર મળેલી Kanyaને જન્મથી જ બે પગ નહતા. ત્યારબાદ 5 વર્ષની ઉંમરે થાઇલેન્ડમાં તેને કોઇએ દત્તક લીધી અને પછી તે અમેરિકા ચાલી ગઇ। થાઇલેન્ડમાં જન્મેલી અને અમેરિકામાં ભણતર પુરૂં કરનાર 23 વર્ષીય આ મોડલ આજકાલ Los Angelesમાં પોતાના વ્યક્તિત્વને જાળવી રાખતા બ્યુટી અને ફેશનને નવી પરિભાષા આપી રહી છે. આ યંગ મોડલ પહેલેથી જ પોતાના કોન્ફિન્ડન્સના કારણે અમેરિકામાં ધૂમ મચાવે છે. તેણે Nike, Rip Curl Girl અને Billabong જેવી અનેક જાણીતી બ્રાન્ડ્સ માટે મોડલિંગ કરી ચૂકી છે. આજના દોરમાં જ્યાં લૉન્જરી સાથે જોડાયેલી મોડલ્સને પોતાની બોડી અને ફિગર અનુસાર માપવામાં આવે છે ત્યાં Kanyaની આ કોશિશ ખરેખર વખાણવાલાયક છે. Kanya શારીરિક બનાવટ ઉપરાંત પોતાના કમાલના કોન્ફિડન્સના કારણે અન્યોથી અલગ પડે છે. (અહીં ક્લિક કરો અને જાણો એવી મોડલ્સ અંગે જેઓએ આપી છે બ્યુટીને નવી પરિભાષા)
 
પગ નહીં હોવા છતાં Kanyaને રમત-ગમત પ્રત્યે પણ લગાવ રહ્યો છે અને નાનપણની હરકતોથી આ બાબત સ્પષ્ટ ઝળકે છે. બાળપણમાં તે વ્હિલચેરને બદલે હંમેશા સ્કેટબોર્ડનો ઉપયોગ કરતી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી Kanya પોતાને ફિટ રાખતા સ્પોર્ટ્સ સરળતાથી રમી લે છે. આજે આ મોડલ દરરોજ પોતાના શૂટથી લગભગ $1,000 કમાઇ લે છે. એક યુએસ મેગેઝીન સાથે વાતચીત દરમિયાન Kanya Sesserએ જણાવ્યું કે, હું બધાથી અલગ છું અને આ જ બાબત મારામાં સૌથી સેક્સી ગણાય છે. મને નથી લાગતું કે સેક્સી દેખાવવા માટે પગની જરૂર હોય છે. મારે લોકોને એ દર્શાવવું છે કે સુંદરતા કોઇ પણ રૂપમાં હોઇ શકે છે. આ તમામ વાતોથી મને હિંમત મળે છે.
 
Kanyaને જ્યારે મોડલિંગ પુરતું ના હોય તો તે પોતાને 2018ના Paralympicsની તૈયારીઓમાં વ્યસ્ત રાખે છે.
 

Loading...

Loading...