National

પહેલી એપ્રિલથી ડાયાબિટિસ સહિતના રોગો માટેની ૫૦૪ દવાઓ સસ્તી થશે

ટૂંક સમયમાં ડાયાબિટિસ, હૃદયરોગ અને ઇન્ફેક્શનની સારવારમાં વપરાતી કુલ ૫૦૪ દવાઓ અત્યંત વ્યાજબી કિંમતે દેશમાં ઉપલબ્ધ થશે. આ દવાઓની કિંમતોમાં ૨૦થી ૭૦ ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. તેમાં જન ઔષધિ યોજના (જેએએસ) દ્વારા ઉપલબ્ધ થનારી ૧૦૫ દવાઓનો પણ સમાવેશ થાય છે. તેનો અર્થ એ થયો કે અત્યાર સુધી જન ઓષધિ કેન્દ્રો પર ઉપલબ્ધ સસ્તી દવાો દરેક મેડિકલ સ્ટોર પર પણ મળશે. જેએએસ લાગુ કરનારી સંસ્થા બ્યૂરો ઓફ ફાર્મા પીએસયુ ઓફ ઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે દવાઓની સસ્તી કિંમતો પહેલી એપ્રિલથી લાગુ થઇ શકે છે. સસ્તી થનારી દવાઓમાં ડાયાબિટિસ, ઇન્ફેક્શન, એન્ટિબાયોટિક દવાઓ, હૃદયરોગ,ગેસ્ટ્રો અને વિટામિન વગેરેની દવાઓનો સમાવેશ થાય છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મહાસચિવ ડો. કે કે અગ્રવાલે જણાવ્યું હતું કે એસોસિએશને બીપીપીઆઇ સમક્ષ આ દવાઓ સસ્તી કરવાની સાથે સાથે ફક્ત જન ઔષધિ કેન્દ્રોને બદલે તમામ મેડિકલ સ્ટોર પરથી વેચાણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. દવાઓ સસ્તી થવાની સાથે દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ બને તે પણ જરૂરી છે. દવાઓની ગુણવત્તા અંગે પણ એસોસિએશને બીપીપીઆઇ સમક્ષ પ્રસ્તાવો મૂક્યા છે.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated News