લાખોનાં ખર્ચે તૈયાર થઈ રહ્યું છે ગુજરાતનું અનોખુ ગામ, થશે આર્ટ ગેલેરીનો અનુભવ

01 Dec, 2014

માલપુરના લીમડા ચોકથી ખાડીયા ચોક તરફના માર્ગ ઉપરથી જ પસાર થતાં જાણે આપણે કોઇ આર્ટ ગેલેરીના પ્રદર્શનમાં ફરતા હોઇ એવો અનુભવ થઇ રહયો છે. ગામના ફળીયાની એક જ રંગે રંગાયેલી દિવાલો,વિશાળ દિવાલો ઉપર આકર્ષક ચિત્રો અને ચોકના સ્થળે સુશોભીત દેવી-દેવતાઓની મૂર્તિઓથી જાણે માલપુર ની શકલ જ બદલાઇ રહી છે.

ગામડાઓને રહેવા લાયક,સુંદર બનાવવાનો વેલકમ ટુ હોમ પ્રોજેકટ હાથ ધર્યો છે. કુછ દિન તો ગુજારીયે ગાવ મેં કન્ટેપ્ટ હેઠળ મોડાસાના વતની અને જાણીતા આર્કીટેક એન્જીનીયર દિપલીભાઇ સોની તેમનો પરીવાર અને મિત્ર ગ્રુપે.પ્રથમ રાઉન્ડમાં રૂપિયા 25 લાખના ખર્ચે માલપુરને શણગારી સુંદર બનાવી રહેવા લાયક બનાવી રહયા છે.

સહયોગ પુરો પડાય છે: ઉપસરપંચ

 માલપુર ગ્રામ પંચાયતના સરપંચ આશાબેન મહેતા અને ડેપ્યુટી સરપંચ હસમુખભાઇ મહેતાએ ગ્રામજનો વતી આ વેલકમ ટુ હોમ પ્રોજેકટ ને આવકારી જરૂરી તમામ સહયોગ પૂરો પાડયો છે.

પ્રથમ તબક્કામાં રૂપિયા 25 લાખ ખર્ચ  કરાશે

ગામડાને આકર્ષક બનાવાવ વેલકમ ટુ હોમ પ્રોજેકટ હાથ ધરનાર દિલીપભાઇ સોનીના જણાવ્યા મુજબ માલપુર ગામે તબક્કાવાર હાથ ધરવામાં આવનાર આ પ્રોજેકટ હેઠળ પ્રથમ તબક્કામાં રૂપિયા 25 લાખ ખર્ચાશે. આ નાણાં વડે ગામના માર્ગ પર આવેલા મકાનોને સમથળ કરી રંગવામાં આવશે અને સુંદર ચિત્રોથી આકર્ષિત કરી ગામના ચોકને નવો લુક અપાશે. જરૂર પડશે તો આ પ્રોજેકટમાં વધુ 25 લાખ રૂપિયાનો ખર્ચ કરાશે જે સહયોગીઓ દ્વારા પ્રાપ્ત થશે.

Loading...

Loading...