ટિવટર પર મહાભારત લખી નાખી !

18 Feb, 2015

તમામ ભારતીયોના જનમાનસમાં વ્યાપ્ત મહાકાવ્ય 'મહાભારતલ્લની કથાને ટ્વિટર જેવી માઇક્રો બ્લોગિંગ સાઇટ પર ઉતારવાનું કામ પડકારજનક જ કહી શકાય. પરંતુ બ્રિટનમાં રહેતા એક ભારતીય શિક્ષક ડોકટર ચિંદુ શ્રીધરને આ કામને બાખુબી અંજામ આપ્યો છે.
ડોકટર શ્રીધરને  જ્ર ીૅૈષ્ઠિીંર્ઙ્મઙ્ઘ હેંડલથી મહાભારતની કથાને ટ્વિટર પર લખવાની શરૃઆત ૨૦૦૯માં કરી હતી. અને તેને પૂરી કરવામાં તેઓને ૪ વર્ષ લાગ્યાં છે. બ્રિટનના બોર્નપથ વિશ્વ વિદ્યાલયના મીડિયા અને કોમ્પ્યુનિકેશન વિભાગમાં ભણાવતા ડોકટર શ્રીધરનની વિશેષતા યુધ્ધ અભ્યાસમાં છે અને મહાભારતને પણ તેઓ એક યુધ્ધકથાના રૃપમાં જ જુએ છે. કુલ ૧૬૦૫ દિવસોમાં લખાયેલી આ મહાભારતને તેઓએ ૨૬૨૮ ટ્વિટ્સમાં પુરી કરી છે. હવે તેને 'એપિક રિટોલ્ડલ્લ નામથી પુસ્તકના રૃપમાં પ્રકાશિત કરવામાં આવી છે.

જાપાનની નવલકથાથી મળી પ્રેરણા

ડોકટર શ્રીધરન કહે છે કે આવુ કરવાની પ્રેરણા તેઓને જાપાનમાં એસએમએસ દ્વારા લખાયેલી એક નવલકથા પરથી મળી હતી. વર્ષ ૨૦૦૩માં પોતાને યોશી કહેનાર એક જાપાની વ્યક્તિએ 'ડિપ લવલ્લ નામની નવલકથા એસએમએસ દ્વારા લખી હતી. જો કે ટ્વિટર પર અત્યંત લાંબા મહાકાવ્યને લખવાનું કામ પુરૃ થશે કે નહીં તે અંગે ડોકટર શ્રીધરનને શંકા હતી પણ તેઓ આ પ્રયોગ કરવા માંગતા હતા. તેઓ ટ્વિકટરની ક્ષમતાની તપાસ કરવા આ પ્રયોગ કરવા માંગતા હતા. ટ્વિટર પર આપણે ઘણા સીમિત શબ્દોમાં પોતાની વાત કરીએ છીએ. મેં વિચાર્યું કે મહાભારત જેવા લાંબા મહાકાવ્યને ૧૪૦ કેરેકટમાં લખવું આસાન નથી છતાં પણ મેં ૨૦૦૯માં તેની શરૃઆત કરી હતી. તેમણે ભીમની નજરે આ મહાકાવ્ય લખ્યું છે.