Gujarat

ભાવનગરથી સુરત વચ્ચે ચોથી ફ્લાઇટ સેવા શરૂ કરાઇ

ભાવનગરથી સુરત વચ્ચે શરૂ થયેલી વેન્ચુરાની ત્રણ ફલાઈટોને મળેલી જબરદસ્ત સફળતા મળ્યા પછી, આજથી વધુ એક ફ્લાઈટ શરૂ કરવામાં આવેલ છે. ભાવનગરથી સુરત વચ્ચેની રોજની ચાર ટ્રીપ થતા લોકોની સુવિધામાં વધારો થયો છે. વધુ એક ફ્લાઇટ શરૂ થતાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ આનંદ વ્યક્ત કર્યો છે.

એરપોર્ટ ઓથોરેટી પાસેથી મળતી માહિતી અનુસાર અત્યાર સુધી ભાવનગરથી સુરત વચ્ચે ત્રણ ટ્રીપ હતી, જેણે વધારીને ચાર કરવામાં આવી છે. આજથી ચોથી ફ્લાઈટની શરૂઆત કરવામાં આવી છે. વેન્ચુરાના ભાવનગર ખાતેના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે 13 ડિસેમ્બરે ભાવનગરથી સુરત વચ્ચે ફ્લાઈટ શરૂ થયા બાદ અત્યાર સુધી સારો રિસ્પોન્સ મળ્યો છે. અત્યારે પણ ત્રણ દિવસ બુકિંગ ફૂલ છે અને લોકોનો રિસ્પોન્સ સારો હોવાથી ચોથી ફ્લાઇટ સેવાની શરૂઆત કરવામાં આવી છે. આ ફ્લાઇટમાં સફર કરવા માટે એક સીટનું કોમન ભાડું 3200 રાખવામાં આવ્યું છે.

ભાવનગરથી સુતર પછી આગામી દિવસોમાં રાજકોટ અને અમરેલીને સુરત સાથે જોડતી ફલાઈટો શરૂ કરાશે.

Releated News