National

LG લાવી રહ્યું છે OLED ડિસ્પ્લે, ન્યૂઝપેપરની જેમ કરી શકાશે રોલ

 LG CES-2016માં પોતાની નવી ટેકનોલૉજી રોલેબલ OLED પેનલ લઇને આવી રહી છે. LG આ ટેક શૉમાં દુનિયાની પહેલી એવી ન્યૂઝપેપરની જેમ વાળી શકાય તેવી 18 ઇંચની OLED ડિસ્પ્લે પેનલને પ્રદર્શિત કરશે.

 
* LGની OLED પેનલ
 
- 1200 x 810 પિક્સલ સાથે HD રિઝોલ્યુશન હશે
- 2014માં આની પહેલીવાર ડિસ્પ્લેની જાહેરાત કરાઇ હતી.
- અત્યાર સુધી આ ડિઝાઇન માત્ર કન્સેપ્ટ જ રહ્યો હતો, હવે LG આને લોકોની સામે લાવી રહી છે
- ખાસ કરીને આનો ઉપયોગ જાહેરાતો અને signages માટે વધુ કરાશે 
- ટેબલેટમાં પણ ઉપયોગ થઇ શકશે 
- LG ઓટો ઝોનમાં કારની અંદર 25 ઇંચની કર્વ્ડ સ્ક્રીન ડિસ્પ્લેની પણ યોજના વિચારી રહી છે 
- LG કાગળના જેમ પાતળી 55 ઇંચની OLED TV લૉન્ચ કરવાની પણ યોજના છે (બન્ને સાઇડ ઇમેજ જોઇ શકાશે)
- 55 ઇંચની ડિસ્પ્લે લૉન્ચ કરવાની પણ યોજના છે (બન્ને સાઇડ ઇમેજ જોઇ શકાશે) 
 
* કન્ઝ્યૂમર માર્કેટમાં આવા પ્રકારની ડિસ્પ્લે ક્યાં સુધીમાં આવશે તેની કોઇ જ માહિતી નથી, પણ આ નવો કન્સેપ્ટ CES 2016માં જરૂર જોવા મળશે.
Source By : Divyabhaskar

Releated Events