આવતીકાલથી થશે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ

07 Jan, 2015

વિશ્વમાં પ્રખ્યાત એવો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 8 જાન્યુઆરીના રોજ ગુજરાતના ચાર શહેરોમાં યોજાશે. આ ફેસ્ટિવલનો પ્રારંભ વડોદરાથી કરવામાં આવશે.
તે ઉપરાંત રાજકોટ, અમદાવાદ અને સુરત જિલ્લાઓમાં પણ આ પતંગોત્સવ યોજવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા જિલ્લા કચેરી, ગુજરાત ટૂરિઝમના સહયોગમાં નવલખી કમ્પાઉન્ડમાં પતંગોત્સવનું આયોજન કરશે.

ગુજરાતના ટૂરિઝમ પ્રધાન સૌરભ પટેલે કહ્યું કે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું મહત્વ દર વર્ષે વધતું રહ્યું છે. ગુજરાતની સંસ્કૃતિનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કરવા માટે આ એક મોટું મંચ બન્યો છે. આ વર્ષે પણ પતંગોત્સવ માટે વિદેશીઓ તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. મલેશિયા, આર્જેન્ટિના, યુકે, બેલ્જિયમ, પોલેન્ડ, ફ્રાન્સ, યુક્રેન અને અમેરિકમાંથી પતંગપ્રેમીઓ એક મહિનો ચાલનારા મહોત્સવમાં ભાગ લેવા આવી રહ્યા છે.

કયા શહેરમાં કયા દિવસે ઉજવાશે પતંગોત્સવ

-વડોદરા- 8 જાન્યુઆરી
-અમદાવાદ- 10થી 13 જાન્યુઆરી
-રાજકોટ - 13 જાન્યુઆરી
-સુરત- 13 જાન્યુઆરી