પ્રેમ અને ધનની ઝંખના હોય તો અજમાવો આ 8 ટૂચકાઓ

17 May, 2016

સામાન્ય રીતે એવા ઉપાયો કે ટૂચકાઓ યોગ્ય હોય છે જે અજમાવાથી કોઈનું નુકશાન ન થાય. જ્યતિષશાસ્ત્રની લાલ કિતાબમાં આવા નુસ્ખાઓ આપવામાં આવેલા છે. અત્તર એક એવો સુંગધિત પદાર્થ હોય છે કે જેનો ઉપયોગ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. જેના ઉપયોગનું ધાર્મિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક મહત્વ છે. જાણો અત્તર વિશેની એસ્ટ્રો ટિપ્સ....

1. અત્તર લગાવીને ક્યારેય ન સુવું જોઈએ. તેમ કરવાથી પારલોકિક (અન્યલોક) શક્તિઓ આકર્ષિત થાય છે.

2. પતિ -પત્ની વચ્ચે પ્રેમ વધે તે માટે બુધવારે ત્રણ કલાક મૌન રાખવું. તે પછી શુક્રવારે પોતાના હાથથી સાબુદાણાની ખીરમાં ખાંડ નાંખીને પતિ તેમજ ઘરના તમામ સદસ્યોને ખવડાવો. તેમજ મંદિરમાં પણ તેનું દાન કરો. પોતના  રૂમમાં અત્તર રાખો. આ ઉપાયથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે.

3. પતિના આયુષ્ય માટે  જો કોઈ સ્ત્રી લાલ સિંદૂર, અત્તરની શીશી, ચણાની દાળ, અને કેસરનું દાન કરે તો આ ઉપાયથી તે સ્ત્રીના પતિના આયુષ્યની વૃદ્ધિ થાય છે.

4. દીવાળીના દિવસે પૂજનના સમયે તેજ સુગંધ અને અત્તરનો પ્રયોગ કરો. એવી માન્યતા છે કે આ દિવસે સારું અને તેજ અત્તરનો પ્રયોગ કરવાથી લક્ષ્મીની કૃપા તરતજ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન સંબંધી સમસ્યાઓ ક્યારેય ઉત્પન્ન થતી નથી.

5. હનુમાનજીને સિંદૂર ચડાવ્યા બાદ ગુલાબની માળા પહેરાવો. કેવડાનું અત્તર મૂર્તિના બંને ખભા પર થોડું થોડું છાંટી દો. પછી એક આખુ પાન લો. તેમાં ગોડ અને ચણા રાખીને હનુમાનજીને ધરાવો. તે પછી ત્યાં બેસીને તુલસીની માળા વડે નીચેના મંત્રની પાંચ માળા કરો.

મંત્રઃ
રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે ।
સહસ્ત્ર નામ તતુલ્યમં રામ નામ વરાનને ।।

તે પછી હનુમાનજી પરથી એક ફૂલ નમન તરીકે લઈને લાલા કપડામાં લપેટીને તિજોરીમાં રાખી દો.

6. શુક્રનું શુભ ફળ ત્યારે જ મળે છે જ્યારે આચરણની શુદ્ધિ હોય. વ્યક્તિએ નાહિ- ધોઈને અત્તરનો પ્રયોગ કરવો જોઈએ. એ સિવાય જ્યારે પણ સમય મળે ત્યારે સુદ પક્ષમાં શુક્રવારે માતા લક્ષ્મીનું પૂજન અને શ્રૃંગાર ચડાવવો જોઈએ. તેથી ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિનો વધારો થાય છે.

7. જો તમારા ઘરમાં કોઈ બુધવારે કે બુધના નક્ષત્રમાં જન્મ્યું હોય તો તમે બુધવારે ચમેલીનું તેલ કે ચમેલીનું અત્તર પીપળાના વૃક્ષ પર છંટકાવ કરો. આમ કરવાથી નિશ્રિત રૂપે લાભ થશે.

8. જો તમે ઈચ્છતા હોય કે તમારા પર્સમા હમેંશા નોટો ભરેલી રહે તો તમારે ભૂરા રંગના પર્સમાં દસ રૂપિયાની બે નોટ અને 20 રૂપિયાની બે નોટ ચંદનનું અત્તર લગાવીને મૂકી રાખવી જોઈએ. આ ટૂચકાથી પર્સમાં નોટો હમેંશા ભરેલી રહેશે.