જ્ઞાતિ-જાતિના વિવાદોથી પર છે આ ગામની વાસ્તવિકતાં

07 Mar, 2016

એક તરફ દેશમાં જ્યારે ‘ભારત માતાની જય’ બોલવું કે પછી ન બોલવું એ વિષય પર લોકો ચર્ચાઓએ કરે છે. ત્યારે બુદેલખંડનાં ઝાંસી જિલ્લાનું‘વીરા’ નામના ગામની  આ વાસ્તવિકતાં સૌ કોઈએ જાણવા જેવી છે. કારણ કે હોળીનાં તહેવારને આ ગામમાં હિન્દુ જ નહીં પરંતુ મુસલમાનો પણ ધુમધામથી ઉજવે છે.

 

ઝાંસીના મઉરાનીપુર નગરથી લગભગ 12 કિ.મી. દૂર છે વીરા ગામ. ત્યાં હરસિદ્ધિ દેવીનું મંદિર છે. આ મંદિર ઉજ્જૈનથી આવેલા પરિવારે વર્ષો પહેલાં બનાવ્યું હતું. આ મંદિરમાં સ્થાપિત પ્રતિમા પણ આ પરિવાર પોતાની સાથે જ લાવ્યાં હતાં. આ મંદિરમાં એવી માન્યતા છે કે મંદિરમાં જે પણ ઈચ્છા લઈને ભક્ત જાય છે તે પૂરી થાય છે. ખાસ વાત એ છે કે જે લોકોની ઈચ્છા પૂરી થાય છે તે લોકો કિલો અને ક્વિંટલ સુધીના ગુલાલ મંદિરે લાવે છે અને તે ગુલાલથી મંદિરમાં હોળી રમવામાં આવે છે.

 

લોકોનું કહેવું છે કે આ હોળીના તહેવારમાં હિંદુઓ સાથે મુસલમાનો પણ જોડાય છે અને માતાજીનો જયજયકાર કરે છે. હોળીના સમયે આ પંથક ઉત્સવમય બની જાય છે. દરેક ઘરમાં મહેમાનોનું આગમન થાય છે. આ ઉજવણીમાં ફાગના ગીતોની શરૂઆત મુસ્લિમ સમાજના જ પ્રતિનિધિ કરે છે. તેના ગીત બાદ જ ગુલાલ ઉડાડવાની શરૂઆત કરવામાં આવે છે.

 

Loading...

Loading...