Gujarat

જામનગરનો યુવાન થયો યુ.કેની યુનિવર્સિટીથી સન્માનિત

જામનગરના 24 વર્ષીય એથ્લેટિક યુવકને નકલ પુશઅપ્સમાં વિવિધ પાંચ વર્લ્ડ બુકમાં 15 રેકોર્ડ્સ બદલ યુકેની રેકોર્ડ યુનિવર્સિટી દ્વારા નકલ પુશઅપ્સ વિષય અંતર્ગત માનદ ડોક્ટરની પદવી એનાયત કરવામાં આવી છે.

યુકેની વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટી વિવિધ ક્ષેત્રમાં વર્લ્ડ રેકોર્ડ ધરાવતા લોકોને માનદ ડોક્ટર એટલે કે PHD ડીગ્રી એનાયત કરવામાં આવે છે. જામનગરના યુવક મિલન કુબાવતે નકલ પુશપ્સ પર થિસીસ લખી યુનિવર્સિટીમાં જમા કરાવી હતી. જેને માન્યતા આપી વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટીએ દિલ્હી ખાતે યોજાયેલ સમારંભમાં જામનગરના યુવકને પદવીથી સન્માનિત કર્યો હતો.

વિવિધ દેશોના વિવિધ રેકોર્ડ હોલ્ડરને યુકેની યુનિવર્સિટી દ્વારા થિસીસ લખવાનું કહેવાય છે. નકલ પુશઅપ્સ ઉપર થિસીસ લખી હતી,જેને માન્ય રાખી મને માનદ ડોક્ટરની પદવી અપાઈ છે.

Source By : Sandesh

Releated News