તાજમહેલની આ 7 અજાણી વાતો, ટૂરિસ્ટ કરે છે MISS!

07 May, 2016

 તાજમહેલમાં દર વર્ષે એક કરોડથી પણ વધુ પર્યટકો આવે છે. દરેક લોકોને અહીંનો ઇતિહાસ જાણવામાં રસ હોય છે. ટુરિસ્ટો કલાકો સુધી તાજ મહેલ વિશે ગાઇડ પાસેથી માહિતી લેતા હોય છે. આ સિવાય ઘણી એવી વાત છે જે ટુરિસ્ટો જાણી શકતા નથી. શાહજહાંના ઉર્સ દરમિયાન divyabhaskar.com સાથેની વાતચીતમાં સાત તથ્યો વિશે જાણકારી આપી હતી.

 
11 પિલરમાં એક પિલરની ડિઝાઇન અલગ છે
 
દુનિયાના ઘણા આર્કિટેક્ટએ તાજમહેલની તપાસ કરી છે. તેનો દરેક ભાગ સરખો જ છે, પરંતુ તેમાં પણ એક ભૂલ જોવા મળી છે. મેઇન બિલ્ડીંગમાં યમુના તરફની સંગમરમરની દિવાલ પર જે નકશીકામ કરવામાં આવ્યું છે તે એક પિલરની ડિઝાઇન અલગ છે. 11 પિલરમાંથી માત્ર એક  પિલરની ડિઝાઇને પ્લેન ગોળ છે અને બાકી ત્રિકોણ આકારના કટિંગની ડિઝાઇન છે. વિશ્વના દરેક ખૂણાના 20 હજાર કારીગરોની 20 વર્ષની મહેનતમાં માત્ર આ એક ભૂલ જ માનવામાં આવે છે. 
 
બ્રિટિશ શાસન દરમિયાન મુખ્ય સ્મારકની બાજુમાં ગેસ્ટરૂમ ભાડે આપવામાં આવતો હતો. તેમાં નવપરણિત અંગ્રેજ કપલ્સ તેની ફસ્ટ નાઇટ અહીં મનાવતા હતા. આ માટે ગેસ્ટરૂમમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વાતનો ઉલ્લેખ ઇતિહાસકાર રાજકિશોર રાજે તેની બુક 'તવારીખ એ આગરા'માં કર્યો છે. આ મુજબ 1857માં  બહાદુરશાહ ઝફરના વિદ્રોહ પછી અહીંની સુરક્ષા વધારવામાં આવી હતી. તાજમહેલમાં તોપ પણ લગાવવામાં આવ્યાં હતા. તેને કારણે અંગ્રેજોનો ખર્ચો વધી ગયો હતો. આ ખર્ચો ગેસ્ટરૂમના ભાડામાંથી કાઢવામાં આવતો હતો. 
 
તાજમહેલ એક રોયલ ગેઇટ છે. કેમ્પસમાં એન્ટર થતા જ તેના ગુંબજની નીચેથી તાજમહેલની પહેલી ઝલક જોવા મળે છે. અહીં તમે જેમ-જેમ આગળ વધો તેમ તાજમહેલ મોટા અને જેમ-જેમ પાછળ જાવ તેમ તાજમહેલ નાનો થતો હોય એવું દેખાય છે.
 
શાહજહાં અને મુમતાજના ભોજનની તપાસ કરવા માટે ખાસ વાસણ હતું. તેનું નામ 'જહર પરખ રકાબી' છે. જો ભોજનમાં ઝેર ભેળવેલું હોય તો તે વાસણનો રંગ તરત બદલાય જતો હતો. જો તે વાસણનો રંગ ન બદલે તો ક્યારેક વાસણ તૂટી જતું હતું. આ વાસણ આજે પણ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે.
 
તાજમહેલ માટે મકરાનાના ખદાનથી સંગમરમર મંગાવવા માટે આમેરના રાજા જય સિંહને મોકલવામાં આવેલું ફરમાન પણ અહીં ઉપલબ્ધ છે. આ મ્યુઝિયમ તાજમહેલની પરથાળમાં જલમહેલ નામના બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યું છે.
 
તાજમહેલની પરથાળમાં છ કબર છે. સંગમરમરના મુખ્ય સ્મારકમાં શાહજહાં અને મુમતાજની કબર છે. તેની ચારે બાજુ 4 બેગમની કબર છે. શાહજહાંની પત્ની અકબરી બેગમ ઉર્ફે ઇજુન્નિસા, ફતેહપુરી બેગમ સરહંદી બેગમ અને મુમતાજની પ્રધાન સેવિકા સતિઉન્નિસાની કબર છે. આ કબરને સહેલી બુર્જ નામ આપવામાં આવ્યું છે. આ બુર્જ લાલ પત્થરનો અને ગુંબજ સંગમરમરનું  બનાવવામાં આવ્યું છે.
 
તાજમહેલમાં પ્રવેશતા જ પ્રવાસીઓને સંગમરમરની જાળીઓથી ઘેરાયેલી શાહજહાં અને મુમતાજની કબર જોવા મળે છે. જોકે રિયલમાં આ કબર નકલી છે, પરંતુ તેની નીચે સાચી કબર બનેલી છે. આ કબરમાં જવાનો રસ્તો  વર્ષમાં  માત્ર ત્રણ દિવસ શાહજહાંના ઉર્સ દરમિયાન જ ખોલવામાં આવે છે. આ વર્ષે 3 થી 5 મે સુધી આ રસ્તો પ્રવાસીઓ માટે ખુલ્લો રાખવામાં આવશે.

Loading...

Loading...