મોદીનું ટ્વિટ બન્યું 'ગોલ્ડન ટ્વિટ-2014'

12 Dec, 2014

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ટ્વિટને 'ગોલ્ડન ટ્વિટ-2014'ના ખિતાબથી નવાજમાં આવ્યા છે. ગોલ્ડન ટ્વિટ અર્થાત એ ટ્વિટ જેને વારંવાર રિટ્વિટ કરવામાં આવ્યું હોય. આ જાણકારી બુધવારે ટ્વિટર ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલી આંકડાકીય માહિતીથી માલૂમ પડી.

ટ્વિટર ઇન્ડિયા દ્વારા જારી આંકડાઓ અનુસાર નરેન્દ્ર મોદી દ્વારા 16 મે 2014ના રોજ કરવામાં આવેલી ટ્વિટને સૌથી વધારે વખત રીટ્વિટ કરવામાં આવી હતી. આ ટ્વિટને 70,513 લોકોએ રીટ્વિટ કર્યું છે. મોદીએ આ ટ્વિટમાં લખ્યું હતું, 'આ જીત ભારતની જીત છે, અને સારા દિવસો આવવાના છે.'
શ્રેષ્ઠ 20 રિટ્વિટની સૂચિમાં મોદી ઉપરાંત બોલીવુડની પણ અસર રહી. સ્ટાર્સ દ્વારા તેમની ફિલ્મોની રિલીઝને લઇને કરવામાં આવતી ટ્વિટ સૌથી વધારે રિટ્વિટ કરવામાં આવી. આ સૂચિમાં સલમાનનું નામ બીજા સ્થાન પર રહ્યું, તો દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતનું પહેલું ટ્વિટ છઠ્ઠા સ્થાન પર રહ્યું. રજનીકાંત આ વર્ષે ટ્વિટર પર આવ્યા છે.