કતારમાં ગુજરાતી સમાજ દ્વારા ૬૯ મા સ્વાતંત્ર્ય દિનની દબદબાભેર ઉજવણી

20 Aug, 2015

ગુજરાતી સમાજ દ્વારા કતાર  ખાતે ૬૯ માં સ્વાતંત્ર્ય દિનની સમગ્ર પરિવારજનો અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં હો. એમ્બેસેડર એચ.એચ. સંજીવ અરોરા ખાસ ઉપસ્થીત રહ્યા હતા. અને તેઓએ બધાને અભિનંદન આપ્યા હતા.  ગુજરાતી સમાજ કતાર વતી તમામ મેમ્બર્સ ને સ્વાતંત્ર દિવસ ની હાર્દિક શુભકામના અપાઈ હતી. તેમ ચિરાગ માવાધીયાની એક યાદી માં જણાવાયું હતું