વિન્ડોઝ 10 સાથે લૉન્ચ થયું દુનિયાનું સૌથી નાનું પોર્ટેબલ કૉમ્પ્યુટર

28 Oct, 2015

 સમયની સાથે સાથે કૉમ્પ્યુટરની સાઇઝમાં ધરખમ ઘટાડો આવ્યો છે. દુનિયાના પહેલા કૉમ્પ્યુટરની વાત કરીએ તો આજના જમાનાના કૉમ્પ્યુટર કંઇક અલગ જ લાગે. આજે માર્કેટમાં નવી નવી ટેકનોલૉજીના સહારે કેટલાક પોર્ટેબલ કૉમ્પ્યુટર ઉપલબ્ધ છે. અમેરિકાની ઇલેક્ટ્રોનિક્સ પ્રોડકટ્સ બનાવનારી કંપની InFocusએ એક આવું જ પોર્ટેબલ કૉમ્પ્યુટર લૉન્ચ કર્યું છે જેનુ નામ છે કાંગારુ પોર્ટેબલ કૉમ્પ્યુટર. કંપનીનો દાવો છે કે આ દુનિયાનું સૌથી નાનુ ડેસ્કટૉપ કૉમ્પ્યુટર છે. 

 
* કિંમત અને ઉપલબ્ધતા 
 
કાંગારુ મિની PCની કિંમત 99 ડૉલર (લગભગ 6,500 રૂપિયા) રાખવામા આવી છે, અમેરિકામાં આનું વેચાણ પણ ચાલુ થઇ ગયું છે. પણ ભારતમાં આ ક્યારે લૉન્ચ થશે તેની કંપનીએ કોઇ માહિતી શેર નથી કરી.
 
* શું છે ખાસ 
 
InFocus અનુસાર આ કૉમ્પ્યુટર 124 mm લાંબુ, 80.5 mm પહોળું અને 12.9 mm જાડું છે. કંપની એટલે સુધી કહેવું છે કે આ ડિવાઇસ સ્માર્ટફોન જેટલુ નાનું છે. આને કોઇપણ ડેસ્કટૉપ અને સ્ક્રીનની સાથે કનેક્ટ કરીને વાપરી શકાય છે. 
 
* શું છે ફિચર્સ 
 
આ કૉમ્પ્યુટર રિમૂવેબલ બેઝ યૂનિટની સાથે આવે છે જેમાં HDMI પોર્ટ, USB 2.0 પોર્ટ, USB 3.0 પોર્ટ અને DC પાવર પોર્ટ છે. આ વિન્ડોઝ હેલો ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવે છે અને એડૉપ્ટર અને પાવર કૉડ વગર તેનું વજન 200 ગ્રામ છે. 
 
કાંગારુમાં 1.4 GHzનુ ક્વાડ-કોર ઇન્ટેલ 'ચેરીટ્રેલ' ATOM X5-Z8500 પ્રોસેસર છે. આમાં 2 GB રેમ અને 32 GB ઇન્ટરનલ મેમરી છે. આમાં માઇક્રો સ્લૉટ પણ છે જેની મદદથી મેમરીને 128 GB સુધી વધારી શકાય છે. 
 
ડિવાઇસમાં એક બેટરી છે, કંપની અનુસાર આ નોર્મલ વપરાશ દરમિયાન લગભગ 4 કલાક સુધી કામ કરી શકે છે. આ પોર્ટેબલ PCને માઇક્રો-USB પોર્ટની મદદથી ચાર્જ કરી શકાય છે. સોફ્ટવેરની વાત કરીએ તો કાંગારુ ડિવાઇસ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ મિની-PCમાં વાઇ-ફાઇ 802.11AC અને બ્લૂટૂથ 4.0 વાયરલેસ કનેક્ટિવિટી ફિચર્સ આપ્યા છે.