તમે વાંસની ગરમ લાકડીઓથી થતા મસાજ વિશે સાંભળ્યું છે?

24 Oct, 2015

બામ્બુ-મસાજ એટલે શું?

 

બામ્બુ-મસાજ પાછળનું લૉજિક સમજાવતાં કેમ્પ્સ કૉર્નર તથા બાંદરાના હિલ રોડ ખાતે ક્યુટિસ નામનો સ્કિન-સ્ટુડિયો ચલાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘વાંસના ઝાડને સદીઓથી દુનિયાભરમાં શક્તિ, ફળદ્રુપતા, યુવાની, વૈભવ તથા શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. અંદરથી સાવ પોકળ હોવા છતાં ઝાડનાં આપણાં પુરાણોમાં પણ ગુણગાન ગાવામાં આવ્યાં છે. બધા જાણે છે કે કૃષ્ણની વાંસળી પણ આવી વાંસની લાકડીમાંથી બનાવવામાં આવી હતી. જોકે હવે વાંસના ઝાડની લાકડીઓને ગરમ કરીને શરીર પર ઘસવાની પદ્ધતિ બામ્બુ મસાજ થેરપી તરીકે જાણીતી બની રહી છે. શરીરના સ્નાયુઓને રિલૅક્સ કરી મન અને શરીરને શાતા આપતા મસાજને આધુનિક સમયના સ્ટ્રેસ અને થાકના ઉમદા ઇલાજ તરીકે જોવામાં આવે છે એથી નવરાત્રિ બાદ અને દિવાળી પહેલાં તમે તરોતાજા કરતી કોઈ થેરપીની શોધમાં હો તો મસાજ તમારે માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે.’

 

બામ્બુ-મસાજ કેવી રીતે થાય છે?

 

સવાલનો જવાબ આપતાં ખાર (વેસ્ટ)માં બામ્બુ ટ્રી નામનું સ્પા ચલાવતા સ્પા-એક્સપર્ટ ફારુક મર્ચન્ટ કહે છે, ‘બામ્બુ-મસાજ મૂળ તો ૨૦૦૦ વર્ષ જૂની એક ઇજિપ્શિયન થેરપી છે જે આગળ જતાં લુપ્ત થઈ ગઈ હતી. ૨૦૦૪માં ફ્રાન્સની નથાલી સેસિલિયા નામની મહિલાએ એને ફરી શોધીને પ્રચલિત બનાવી હતી. સામાન્ય રીતે મસાજમાં વિવિધ લંબાઈ અને પહોળાઈ ધરાવતી વાંસની લાકડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. માટે ખાસ ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં ઊગતા વાંસની લાકડીઓને ઊકળતા પાણીમાં ગરમ કરવામાં આવે છે. મોટા ભાગે લાંબી લાકડીઓનો ઉપયોગ પીઠ, પગ અને કમર જેવા મોટા વિસ્તારો પર વેલણની જેમ ઉપરથી નીચેની દિશામાં ફેરવવા માટે કરવામાં આવે છે; જ્યારે નાની લાકડીઓ ગરદન, હાથ અને પગના પંજા વગેરે જેવા વિસ્તારોના સ્નાયુઓને રિલૅક્સ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. કેટલાક થેરપિસ્ટ મસાજની પ્રક્રિયાને સરળ બનાવવા આની સાથે રોઝમૅરી, યેન્ગયેન્ગ તથા જોજોબા ઑઇલના સંયોજનનો પણ ઉપયોગ કરે છે. થેરપીનો મૂળ ઉદ્દેશ સીધા હાથના વજનને સ્થાને વાંસની લાકડીઓ પર ભાર આપીને શરીરને હળવું કરવાનો હોય છે. માટે થેરપિસ્ટ શિતાસુ, પારંપરિક ચાઇનીઝ, થાઇ તથા ભારતીય આયુર્વેદિક મસાજમાં ઉપયોગમાં લેવાતા સ્ટ્રોક્સનું કૉમ્બિનેશન વાપરે છે.’

 

બામ્બુ-મસાજના ફાયદા

 

બામ્બુ-મસાજથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને શારીરિક પીડા તથા થાકમાં રાહત મળે છે. વળી વાંસની લાકડીઓ ગરમ કરીને ઘસવામાં આવતી હોવાથી શરીરમાં રહેલાં અને ટૉક્સિન્સ તરીકે ઓળખાતાં ઝેરી kવો પણ શરીરની બહાર ફેંકાઈ જાય છે. ગરદન, ખભા તથા પીઠના સ્નાયુઓ સમયાંતરે અકળાઈ જતા હોવાથી મોટા ભાગના લોકોને સૌથી વધુ થાક પણ ભાગમાં લાગે છે. બામ્બુ-મસાજમાં ભાગના સ્નાયુઓ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવતો હોવાથી શરીર સાવ હળવુંફૂલ જેવું થઈ જાય છે જેને પગલે સારી ઊંઘ આવે છે અને માનસિક તાણ દૂર થાય છે. આટલું ઓછું હોય એમ મસાજથી શરીરમાં એન્ડોર્ફિન નામના હૉર્મોનનો સ્રાવ પણ વધે છે, જે શરીર માટે કુદરતી પેઇનકિલરનું કામ કરે છે. અહીં ફારુક મર્ચન્ટ ઉમેરે છે, ‘રોજિંદા ધોરણે પારાવાર માનસિક અને શારીરિક શ્રમનું કામ કરતા મહિલાવર્ગ માટે મસાજ

Loading...

Loading...