National

હોન્‍ડાનું ‘ગોલ્‍ડ વિંગ ઓડીયો કન્‍ફર્ટ' બાઇક ભારતમાં લોન્‍ચ

હોન્‍ડાએ ગોલ્‍ડવિંગ ઓડીયો કન્‍ફર્ટ બાઇક ભારતમાં પ્રસ્‍તુત કરી છે આ બાઇકમાં આઇફોન અથવા યુએસબી સ્‍ટિકને કનેકટ કરી ચાલક તેના ૬ સ્‍પીકર ૮૦ વોટ સાઉન્‍ડ સિસ્‍ટમ પર સંગીતનો આનંદ માણી શકે છે.

   હોન્‍ડા મોટર સાયકલ ઇન્‍ડિયાના સીઇઓ કેતા મુરામાત્‍સુએ જણાવ્‍યું હતુ કે ગોલ્‍ડવિંગ ઓડીયો કન્‍ફર્ટ લકઝરી બાઇક છે આ બાઇકના કેન્‍ડી પ્રોમિનેસી રેડ મોડલની દિલ્‍હીમાં એક્‍સ સોરૂમ કિંમત રૂ.૨૮.૫૦ લાખ હશે જ્‍યારે પર્વ ગેયર વ્‍હાઇટ કલર મોડલ રૂ.૩૧.૫૦ લાખમાં મળશે.

 

   ગોલ્‍ડ વિંગ બાઇકમાં ૬ સિલીન્‍ડરવાળુ ૧૮૩૨ સીસીનું એન્‍જીન છે. આ ૫૫૦૦ રાઉન્‍ડ દર મીનીટના હિસાબે ૧૧૮ પીએસની પાવર અને ૧૬૭ એનએમનો મહતમ ટોર્ક જનરેટ કરે છે. બોડી ફ્રેમ હળવા એલ્‍યુમિનિયમથી બનેલી છે તેનું સિંગલ સાઇડેડ પ્રો આર્મ સ્‍વિંગ આર્મ બાઇકને સ્‍થિરતા આપે છે.   ગોલ્‍ડ વિંગ બાઇકના માર્ઝર પેનિયર્સમાં ૧૫૦ લીટર સુધી વજન રાખી શકાય છે.

Releated News