Gujarat

દેશી-પરદેશી ગુજરાતી:‘સિકસ્થ સેન્સ’થી ગુજ્જુ બન્યો સેમસંગ કંપનીનો વા.પ્રેસિડેન્ટ

સેમસંગ ગેલેક્સી ગિયર માટે જાણીતા બનેલા પાલનપુરના પ્રણવ મિસ્ત્રીને સેમસંગ કંપનીમાં ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ બનાવાતાં બનાસકાંઠાના લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.  મૂળ બનાસકાંઠાના પાલનપુરમાં જન્મેલા 33 વર્ષિય પ્રણવ મિસ્ત્રી કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને સંશોધક છે. 'ઝોમ્બી' ના હુલામણા નામથી ઓળખાતા પ્રણવને સેમસંગ કંપનીમાં ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પ્રમોશન મળ્યું છે.  હૈદારાબાદમાં માઇક્રોસોફ્ટમાં જોબ સ્વીકારી સ્પોન્સર શીપથી પીએચડી કરવા અમેરિકા ગયા બાદ 'સિકસ્થ સેન્સ'ના સંશોધક બન્યા.

જેમાં હાર્ડવેરના વિવિધ ભાગોને ગળામાં લટકાવી શકાય તેવા મોબાઇલમાં ડિવાઇસ ફીટ કરેલા હોય છે. અને ખિસ્સામાં રાખેલ મોબાઇલ કમ્યુટિંગ ડિવાઇઝ સાથે બ્લુટુથ દ્વારા પ્રોજેકટર અને કેમેરા જોડેલા હોય છે. પ્રણવે માઇક્રોસોફટ, ગુગલ, નાસા, યુનેસ્કો, કોર્નેગી મેલોન યુનિવર્સિટી અને જાપાન સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવી કંપનીઓમાં કામ ર્ક્યું છે. પ્રણવ મિસ્ત્રી ત્યારબાદ સેમસંગ કંપનીમાં 'થિન્ક ટેન્ક' ટીમના વડા અને સેમસંગ રિસર્ચ અમેરિકાના રિસર્ચ ડાયરેકટર બન્યા હતા. થોડા સમય પહેલાં ગેલેક્સી ગિયર સમાર્ટવોચ લોન્ચ કરી હતી.

પ્રણવ ભણવામાં હોશિયાર હતો આ અંગે પાલનપુરમાં રહેતા તેમના ફઇના દિકરા ડો.સૌરવ મિસ્ત્રીએ જણાવ્યું કે, 'શહેરની વિદ્યામંદિર શાળામાં ધોરણ 1થી 12 સુધીમાં પહેલા નંબરે જ આવતો પ્રણવ શરૂઆતથી જ અભ્યાસમાં તેજસ્વી હતો. પ્રણવે દોઢ વર્ષ અગાઉ ચાઇનીઝ યુવતી સાથે લગ્ન કર્યા હતા ત્યારે એક માસ અગાઉ પરિવારમાં દિકરા એવમના જન્મ પછી તરત જ તેને ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટનું પ્રમોશન મળ્યું છે.' આગળ વાંચો શેના માટે જાણીતો છે પ્રણવ

પ્રણવ શેના માટે જાણીતા છે -
સિકસ્થ સેન્સ - માઉસલેસ -સ્પર્શ- ટેલીટ - સેમસંગ ગેલેક્સી ગીયર

પ્રણવને મળેલા મહત્વના ખિતાબો 1. 2009 માં પોપ્યુલર સાયન્સ દ્વારા ઇન્વેનશન એવોર્ડ 2. 2009 માં ટેકનોલોજી રીવ્યુ દ્વારા ટીઆર-35 3. 2010 માં ક્રિએટીવીટી મેગેઝીન દ્વારા 'ક્રિએટીવીટી -50' 4. ઇન્ડીયા ટુડે દ્વારા 'ભવિષ્યના 37 ભારતીયો'માં સ્થાન 5. 2013 માં વર્લ્ડ ઇકોનોમિકસ ફોરમ દ્વારા 'યંગ ગ્લોબલ લીડર-13'

Releated News