ગુજરાતી છોકરીના પ્રેમમાં પડવાના આ છે ફાયદા

11 Jun, 2016

જ્યા જ્યા વસે ગુજરાતી ત્યા ત્યા સદાચાર ગુજરાત. દુનિયાનો કોઈ ખૂણો એવો નહિ હોય જ્યા ગુજરાતીઓ પહોંચ્યા નહિ હોય. તમે વિશ્વના કોઈ અગોચર ટાપુ પર પણ ફરવા જશો તો ત્યા પણ તમને ગુજરાતી તો મળી જ જશે. ત્યારે અન્ય જ્ઞાતિના યુવાનો ગુજરાતીઓ છોકરીઓના પ્રેમમાં પડે છે. જો તમે કોઇ ગુજરાતી છોકરીના પ્રેમમાં પડ્યા હોવ કે પછી ગુજરાતી છોકરીના પ્રેમમાં પડવા ઇચ્છતા હોવ તો આ આર્ટીકલ છે તમારા માટે. આ તમને જણાવશે કે કેમ ગુજરાતી છોકરીઓ હોય છે બેસ્ટ. જો કે આ દ્વારા અમે તેમ બિલકુલ પણ કહેવા નથી માંગતા કે અન્ય રાજ્યની છોકરીઓ કોઇ પણ રીતે ઓછી છે. કારણ કે વ્યક્તિ જન્મજાત તો સરસ જ હોય છે પણ તેના આસપાસના સંજોગો અને તેની પરિસ્થિતિ તેને બદલે છે. તો જોઈ લો ગુજરાતી છોકરીના પ્રેમમાં પડવાના ફાયદા...

ઓપન માઇન્ડેડ
ગુજરાતી છોકરીઓ ખુલ્લા વિચારોની હોય છે. અને તેમને તેમના વિચારો અને પોતાનું માન સાચવતા આવડે છે.

મોર્ડન અને સંસ્કારી
ગુજરાતી છોકરીઓની આ ખાસિયત છે તેમને શોર્ટ સ્કર્ટ પહેરીને પાર્ટી કરતા પણ આવડે છે અને ઘેરદાર ચણિયો પહેરીને ગરબા કરતા પણ આવડે છે.

સમજૂ અને સુશીલ
ગુજરાતી છોકરીઓ પ્રેક્ટિકલ હોય છે.  ગુજરાતની આ દિકરીઓ સમજદાર હોવાથી સાથે સુશીલ પણ હોય છે.

સુંદર
મોટાભાગની ગુજરાતી છોકરીઓ ઘઉંવર્ણી હોય છે અતિશય ગૌરી પણ નહીં અને શ્યામ પણ નહીં. વળી તેમનો બાંધો પણ માપનો હોય છે જે તેમની એક નમણાશ અને સુંદરતાને વધારે છે.

ભણતર
મોટાભાગની ગુજરાતી છોકરીઓ સારું ભણતર ધરાવતી હોય છે.

પગભર
ગુજરાતી છોકરીઓ વેપારી પરિવારમાંથી કે પછી નોકરીયાત પરિવારમાંથી આવતી હોય છે અને તેમને પગભર થવાની આવડત જન્મજાત હોય છે. તે વેપાર પણ કરી જાણે છે અને નોકરી સાથે ઘર પણ સાચવી જાણે છે. વેપાર તો ગુજરાતીઓના લોહીમા છે.

સ્ટાઇલીશ
ગુજરાતી છોકરીઓ સ્ટાઇલીશ હોય છે. તેમના શું પહેરવું, કેવી રીતે પહેરવું અને ક્યાં શું પહેરવું તે વાતનું સારું ભાન હોય છે.

ખાય અને ખવડાવે
ગુજરાતી હોવાના કારણે તેમને ખાવા પીવાનો સારો શોખ હોય છે અને ધણી ગુજરાતી છોકરીઓ અનેક જાતના વ્યજંન અને રાંધણકળાનો શોખ હોય છે.

ફરવાનો શોખ
ગુજરાતી મા-બાપ નાનપણથી તેમના બાળકોને હરવા ફરવા લઇ જતા હોય છે અને આ શોખ આ છોકરીઓમાં જન્મ જાત હોય છે.

મહેનતુ
ગુજરાતી છોકરીઓ ભારે મહેનતુ હોય છે તે પછી પોતાનો વેપાર ઊભો કરવાની વાત હોય કે ઘરમાં કામ કરવાની વાત. તેમને ગંદકી નથી ગમતી અને તે બધી રીતે નિપૂર્ણ હોય છે.

સાથ આપનારી
ગુજરાતી છોકરીઓ જીવનના તડકા છાંયડામાં પતિ કે પાટર્નરનો સાથ આપવામાં માને છે.

પાટર્નરને ખુશ રાખતા આવડે
ગુજરાતી છોકરીઓ તેમના જીવનસાથીની સારી મિત્ર બનતા અને તેના પાટર્નરને ખુશ રાખતા આવડે છે.

કુટેવ નહીં
ગુજરાતી છોકરીઓમાં કોઇ ખાસ કુટેવ નથી હોતી.

મળતાવડી
કોઇ પણ ગુજરાતીને ક્યાં પણ નાખો તે પોતાની રીતે હળીભળી જશે. તેમના આ મળતાવડો સ્વભાવ તેમને કોઇ પણ સમુદાય કે સંજોગામાં એડજેસ્ટ કરવામાં મદદરૂપ થાય છે

પૈસાની કિંમત
ગુજરાતી છોકરીઓ ઉડાવ નથી હોતી. તેમને પૈસાની કિંમત ખબર હોય છે. તેમને ઝલસો કરતા પણ આવડે છે અને બચત કરતા પણ.