Gujarat

ગુજરાતનાં ત્રણ મંદિરો છે ‘કુબેરના ભંડાર’, બે વર્ષમાં મળ્યું 150 કરોડથી વધારે દાન

ગુજરાતના વિખ્યાત મંદિરોમાં  છેલ્લા બે વર્ષમાં જબરદસ્ત ચડાવો મળ્યો છે, દિવ્યભાસ્કરે રાજ્યના ટોચના ત્રણ મંદિરોને મળેલા દાનની રસપ્રદ વિગતો એકત્ર કરી છે જે મુજબ અંબાજીને સૌથી વધુ દાન મળે છે, બે વર્ષમાં સોમનાથને મળતા દાનમાં સૌથી વધુ 10.39 કરોડનો વધારો થયો છે રાજ્યના અન્ય મંદિરોને પણ આવરી લેવાય તો તેમની વાર્ષિક આવક 500 કરોડથી વધુએ આંબે એમ છે

સોમનાથ, દ્વારકા, અંબાજી: ગુજરાતની સમૃદ્ધિનો સૌથી વધારે ફાયદો મંદિરોને થઈ રહ્યો છે. અહીં વાત એવા ત્રણ મંદિરોની છે જેને મળતા દાનની વિગતો જાહેર છે, આ મંદિરોની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં તેમને મળેલા દાનનો કુલ આંકડો 157 કરોડ રૂપિયાથી વધારે થાય છે. જો અન્ય મંદિરોને પણ આવરી લેવામાં આવે તો આ આંકડો અનેકગણો વધી શકે એમ છે. જો કે દાનની રકમમાં વધારો થવાની સાથે આ ધાર્મિક સ્થળો દ્વારા શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવતો હોય છે.

ગુજરાતના ત્રણ મોટા મંદિર અંબાજી,  સોમનાથ અને દ્વારકાધીશમાં સૌથી વધુ દાન અંબાજીને મળે છે. છેલ્લા બે વર્ષમાં અંબાજી મંદિરને 89 કરોડ જેટલું દાન મળ્યું છે. અંબાજીની કુલ થાપણોનું કદ પણ 900 કરોડથી વધારે આંકવામાં આવે છે. જ્યારે સોમનાથ મહાદેવને છેલ્લા બે વર્ષમાં 53 કરોડથી વધુનું દાન મળ્યું છે. સોમનાથની કુલ સંપત્તિ પણ 115 કરોડ રૂપિયાથી વધારે છે.

દ્વારકાધીશને છેલ્લા બે વર્ષમાં 15 કરોડથી વધારેનું દાન મળ્યું છે. દ્વારકાધીશ પાસે હાલ 76 કીલો 600 ગ્રામ સોનાની અને 389 કીલો ચાંદીની વસ્તુઓ છે. ટકાવારીની રીતે જોઈએ તો છેલ્લા બે વર્ષમાં સૌથી વધારે દાન સોમનાથ મહાદેવ (48.55%) મળ્યું છે (જુઓ ગ્રાફિક્સ). આ મંદિરોની આવકનો અમુક હિસ્સો મંદિરના વહીવટ માટે ખર્ચાય છે જ્યારે કેટલોક હિસ્સો ચેરિટી કમિશનરમાં જમા કરાવાય છે. 

કુબેરના ભંડારો

- 900 કરોડથી વધારે અંબાજી મંદિરની થાપણો
- 76 કિલો કુલ સોનુ દ્વારકાના મંદિર પાસે છે
- 115 કરોડથી વધુ થાપણો છે સોમનાથ પાસે

- આવકની વહેંચણી

દ્વારકાધીશની આવકના ત્રણ હિસ્સા થાય છે, 83 ટકા પૂજારીના, 15 ટકા વહીવટી ખર્ચ વગેરે માટે અને 2 ટકા ચેરીટી કમીશનરને સોંપાય છે.

15% વહીવટી ખર્ચ
83% પૂજારીના
2% ચેરીટી કમીશનર

500 કરોડથી વધુની આવક

જૈન મંદિરોની આવક વિગતો ઉપલબ્ધ નથી.
સ્વામિનારાયણ મંદિરોના દાનની વિગતો જાહેર નથી, ટોચના મંદિરોની વાર્ષિક આવક 500 કરોડ હોવાનો અંદાજ

Releated News