Gujarat

હળવદમાં ત્રીસ અનાથ બાળકીઓને દત્તક લઈને મોરબી પોલીસ ડિપાર્ટમેન્ટે આખા દેશને સેવાનો એક નવો જ માર્ગ બતાવ્યો છે

હળવદમાં રહેતી ત્રીસ અનાથ બાળકીઓને દત્તક લઈને મોરબી પોલીસ ડિપાર્ટમેન્ટે આખા દેશને સેવાનો એક નવો જ માર્ગ બતાવ્યો છે : મહિને ૭૫,૦૦૦ રૂપિયા વાપરશે

પોલીસ બહુ ખરાબ અને પોલીસથી બચતા રહેવું. આજના સમયમાં જો બાળકોને પોલીસ વિશે કંઈ પૂછવામાં આવે તો સોમાંથી નેવું બાળકો ઉપર મુજબનો જવાબ આપે. જોકે હળવદના શિશુ મંદિરમાં રહેતી પાંચથી આઠ વર્ષની ત્રીસ બાળકીઓને મન પોલીસ ભગવાન સમાન છે. અલગ-અલગ અનેક કારણોસર કુદરતની થપાટ ખાઈને અનાથ બની ગયેલી આ ત્રીસ બાળકીઓનો નિભાવખર્ચ હળવદના શિશુ મંદિર માટે અસહ્ય બનતાં શિશુ મંદિરના સંચાલકોએ કોઈ રાહત મળી રહે એ હેતુથી મોરબીના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રાજન શુશ્રા પાસે મદદ માગી હતી.

પંદરેક દિવસ પહેલાંની આ વાત છે. સમય પસાર થઈ ગયો એટલે શિશુ મંદિરના સંચાલકોએ તો એવું ધારી પણ લીધું હતું કે મોરબીના પોલીસ ડિપાર્ટમેન્ટને આ વાત યાદ નહીં હોય. જોકે એવું નહોતું. મોરબીના સુપરિન્ટેન્ડેન્ટે પોતાના ડિપાર્ટમેન્ટ સાથે વાત કરીને નક્કી કર્યું હતું કે એ ત્રીસેત્રીસ બાળકીઓનો નિભાવખર્ચ દર મહિને તેમના ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવશે. રાજન શુશ્રાએ કહ્યું હતું કે ‘સારા કામ માટે આગળ આવવાનું હતું એટલે બીજાને કહેવાને બદલે પુણ્યનું એ કામ હવે અમે લોકો કરીશું. જરૂરિયાત થોડી ઓછી કરવાથી જો ત્રીસ બાળકીઓનું ભવિષ્ય બ્રાઇટ થતું હોય તો એ અમારે કરવું હતું.’

આ ત્રીસ બાળકીઓનો નિભાવખર્ચ દર મહિને અંદાજે ૭૫,૦૦૦ રૂપિયાની આસપાસ આવે છે જે મોરબીના ખાખી વર્દીધારીઓ ચૂકવશે. આવતા મહિનાઓમાં આ નિભાવખર્ચ સામેથી વધારીને એક લાખ રૂપિયા સુધી ચૂકવવાનું પણ પોલીસ ડિપાર્ટમેન્ટે નક્કી કરી લીધું છે.

મિત્રો, આવા સેવાકાર્યો જો આપની આસપાસ નજરમાં આવે તો અમને અમારા વોટ્સઅપ નં 8000 501 001 ઉપર જણાવો... યોગ્ય ચકાસણી બાદ તે ન્યુઝ  હા અમે ગુજરાતી માં હાઈલાઈટ કરવામાં આવશે અને દેશ વિદેશમાં પહોચાડવામાં આવશે

Releated News