ગૂગલ ટ્રાંસલેશન કોન્ટેસ્ટમાં ભાગ લો અને જીતો એંડ્રોઇડ વન ફોન

11 Nov, 2014

તેમાં કોઇ શંકાને સ્થાન નથી કે ભારતના લગભગ તમામ સ્થાનો પર લોકો અંગ્રેજી જાણે છે. ગૂગલના એક અધ્યયન અનુસાર આવનારા 10 વર્ષોમાં ઇંટરનેટ સાથે જોડાનાર મોટા ભાંગના લોકો એવા હશે, જેમને અંગ્રેજી નહીં આવડતી હોય. તેઓ પોતાની સ્થાનીય ભાષામાં જ કંટેંટ જોવા અને વાંચવા ઇચ્છશે. એવા લોકોની મદદ વગર માટે ગૂગલ ઇન્ડિયાએ ગૂગલ ટ્રાંસલેટના ટૂલને વધારે સારુ બનાવવાના કઠોર પ્રયાસ શરૂ કરી દીધા છે. જેમાં હિંદી ભાષાનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે ગૂગલના આ અભિયાનની સાથે આપ પણ જોડાઇ શકો છો, પરંતુ શરત એટલી જ કે આપને સારો એવો અનુવાદ આવડતો હોય.
શું આપ આપના જ્ઞાનના ભંડારને ગૂગલની સાથે શેર કરવા નથી માંગતા. જો આપને હિંદી અને અંગ્રેજી બંનેનું સારુ એવું જ્ઞાન છે તો આપ ગૂગલ ટ્રાંસલેશનના આ ઉત્પાદ સાથે જોડાઇને કેટલાંક શબ્દો અને નાના-નાના વાક્યોનો અનુવાદ કરી શકો છો. રસપ્રદ વાત એ છે કે આ યોજનાના ભાગ રૂપે ગૂગલ 101 સર્વશ્રેષ્ઠ અનુવાદકોને એંડ્રોઇડ વન ફોન પુરસ્કાર તરીકે આપશે.

જો આપ સ્માર્ટફોન જીતવામાં રસ ધરાવતા હોવ તો અત્યારે જ જોડાઇ જાવ ગૂગલની આ કોંટેસ્ટમાં...

કોંટેસ્ટ અંગે સંક્ષિપ્ત વિવરણ

1. આ પ્રતિયોગિતા 6 નવેમ્બરના 2014ના રોજ શરૂ થઇ છે.
2. અનુવાદની એંટ્રીની છેલ્લી તારીખ 21 નવેમ્બર 2014 છે.
3. 1 ડિસેમ્બર 2014ના રોજ વિજેતાઓના નામ જાહેર થશે.

સ્પર્ધામાં ભાગ લેવા શું કરશો
જો આપ ભારતીય નાગરિક છો તો આપ આ સ્પર્ધામાં ભાગ લઇ શકો છો. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગૂગલ ટ્રાંસલેશન કમ્યુનિટી સાથે જોડાવું પડશે, જેના માટે આપ અત્રે ક્લિક કરી શકો છો- http://translate.google.com/community?client=t આમાં ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતીમાં અનુવાદ કરવો પડશે. આપ આપની ભાષા પણ બદલી શકો છો.

આ સ્પર્ધાના નિયમ અને શરતો જાણવા માટે અત્રે ક્લિક કરી શકો છો- http://goo.gl/vHmy1y