જલ્દી કરો! ગૂગલના મહાસેલમાં મળી રહી છે 299 રૂપિયાની અઢળક પ્રોડક્ટ્સ

11 Dec, 2014

ગૂગલની ગ્રેટ ઓનલાઇન શોપિંગ ફેસ્ટિવલ સેલ એટલે કે GOSF 2014 શરૂ થઇ ચૂક્યો છે, જેની ઘણી પ્રોડક્ટ્સ ઓછા ભાવમાં મળી રહી છે. ત્રણ દિવસો સુધી ચાલનારા આ સેલમાં કુલ 450 કંપનીઓ ભાગ લઇ રહી છે. ગેજેટ્સની સાથે-સાથે ગ્રેટ ઓનલાઇન શોપિંગ ફેસ્ટિવલ સેલમાં આપ ફ્લેટ પણ બુક કરી શકો છો.

આ સેલ સૌથી વધારે આકર્ષક ડીલ ગૂગલના ક્રોમ કાસ્ટની છે જેને 2999 રૂપિયામાં સ્નેપડીલથી ખરીદી શકાય છે, તેની સાથે જ આપને એરટેલનું બ્રોડબેંડ કનેક્શન ઓફર પણ કરવામાં આવી રહ્યું છે. ક્રોમકાસ્ટમાં ગૂગલની 1 વર્ષની વોરંટી પણ મળશે. આ ઉપરાંત લિનોવો યોગા ટેબ 2 પ્રો, એચપી પેવેલિયન 11-n108TUx360 જેવા ગેજેટ પણ ઓછા ભાવમાં મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ તમામ કિંડલ ડિવાઇસિસ પર છૂટ આપવામાં આવી રહી છે, ત્યારબાદ 5,999 રૂપિયાનું કિંડલ 4,999 રૂપિયા મળી રહ્યા છે. જ્યારે કિંડલ પેપર વ્હાઇટ 10,999 રૂપિયાના સ્થાને 8,999 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે.

299 સ્ટોર
ગ્રેટ ઓનલાઇન શોપિંગ ફેસ્ટિવલ સેલના મેન પેજ પર આપને ઘણા ઓપ્શન અને પ્રોડેક્ટ કેટેગરી મળશે, તેમાંથી જ એક છે 299 સ્ટોર જેમાં આપને દરેક સામાન 299 રૂપિયામાં મળશે. આ સ્ટોરની મદદથી ગૂગલ તે લોકો સુધી પોતાની પહોંચ બનાવવા માંગે છે જે પહેલી વાર ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે. આ ઉપરાંત અમેજનથી ઓનલાઇન શોપિંગ દરમિયાન એચડીએફસી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 10 ટકા કેશબેક મળશે.