ગરબામાં જોવા મળશે 'કટપ્પા' સ્ટાઇલ

04 Oct, 2015

  ખૈલેયાઓએ તૈયાર કરેલા કોસ્ચ્યુમનું વજન ૨૭ કિલો : 'બાહુબલી' ફિલ્મમાં કટપ્પાના પાત્રને ધ્યાનમાં રાખીને ક્રિએટ કરવામાં આવેલી સ્ટાઇલમાં છે ૬૬ સ્ટેપ્સ

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ નવ દિવસનો ભરપૂર આનંદ માણવા માટે ખેલૈયાઓે તેમની તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે. ગરબાનાં અવનવાં સ્ટેપ્સ અનેે રાસોત્સવને અલગ અંદાજમાં રજૂ કરવા માટે ખેલૈયાઓનાં ગ્રૂપ અલાયદા ફોર્મ ક્રિએટ કરી રહ્યાં છે. સિટીમાં આવાં અનેક ગ્રૂપ્સ છે, જેઓ ગરબાનાં અવનવાં સ્ટેપ્સ, ખાસ પહેરવેશ અને વિવિધ પ્રોપ્સ અજમાવીને છવાઈ જવા માગતા હોય છે. ખૈલેયાઓનાં આવા જ એક 'બંસરી' ગ્રૂપે આ વખતે બહુ ચર્ચિત કટપ્પા સ્ટાઇલ ક્રિએટ કરી છે. આ ગ્રૂપના ખૈલેયા ચેતનભાઇ પંચાલ દર વર્ષે નવરાત્રિમાં નાવિન્યપૂર્ણ રંગ જમાવવા વૈવિધ્ય સ્ટાઇલ ક્રિએટ કરે છે, જેમાં આ વર્ષે તેમણે ફિલ્મ 'બાહુબલી' ના 'કટપ્પા' પાત્રને ધ્યાનમાં રાખીને ૬૬ જેટલાં કટપ્પા સ્ટેપ્સ તૈયાર કર્યાં છે.

'બંસરી' ગ્રૂપ માટે ચેતનભાઇ ગરબાનો પોશાક જાતે જ તૈયાર કરાવે છે અને તેને ડિઝાઈન કરવા માટે ખાસ કચ્છી દેસાઈવર્ક,આહીરવર્ક તેમજ ફેબ્રિકવર્કના પેચીસ કલેક્ટ કરીને કચ્છનાં ગામડાઓમાંથી હાથભરત પર કલેક્ટ કર્યું હતું. તેમના આ કોસ્ચ્યુમમાં જ્વેલરી, મુગટ, કેડિયું જેવી વસ્તુઓ મળીને તેમના કોસ્ચ્યુમનું વજન લગભગ ૨૫થી ૨૭ કિલોનું વજન ધરાવે છે. તેમનાં કોસ્ચ્યુમમાં ૩,૫૦૦ સ્ટોન્સ, ૫,૦૦૦ ટીકી તેમજ ૭,૫૦૦ હાફ રાઉન્ડ મોતીવર્ક કરવામાં આવ્યું છે. તેમણે ઘનશ્યામ મહારાજના મુગટથી પ્રેરિત થઈ તેમના જેવો મુગટ જાતે તૈયાર કર્યો છે.

ગરબાની આ સ્ટાઇલનું નામ 'કટપ્પા' કેમ?

દર વર્ષે ગરબાનાં નવાં સ્ટેપ્સ તૈયાર કરતા ચેતનભાઈએ આ વર્ષની નવરાત્રિ માટે ખાસ 'કટપ્પા' અને 'બાહુબલી' સ્ટાઇલ તૈયાર કરી છે. જેનાં માટે તેમણે લાકડાંની એક સ્પેશિયલ સ્વોર્ડ્સ તૈયાર કરી છે. કટપ્પા ગરબા સ્ટાઇલમાં તેઓ જોડીમાં એકબીજા સાથે તલવારબાજી કરતા હોય, તલવારથી બચાવ કરતાં હોય, આક્રમણ કરતાં હોય તેવાં લગભગ ૬૬ જેટલાં વિવિધ સ્ટેપ્સનો આ સ્ટાઇલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 'બાહુબલી' સ્ટાઇલમાં સર્કલમાં ઊંધા સ્ટેપ્સનો સમાવેશ કર્યો છે.

કટપ્પા સ્ટાઈલની સ્પેશિયાલિટી

·         ૧થી ૪માં સ્ટાર્ટઅપ સ્ટેપ્સ

·         ૪ થી ૮ નંબરનાં સ્ટેપ્સમાં ખેલૈયા તલવારબાજી કરે છે.

·         ૮ થી ૧૨ નંબરનાં સ્ટેપ્સમાં ખેલૈયા એકબીજાનો બચાવ કરે છે.

·         ૧૨ થી ૧૬ નંબરનાં સ્ટેપ્સમાં એકબીજા સામે આક્રમણ કરતા હોય તેવી રીતે ગરબા રમે છે.