સુરતની ચાર ‘બાઈકિંગ ક્વિન’ નીકળશે એશિયાની સફરે, PM મોદીને મળી

04 May, 2016

સુરતઃ ‘બાઈકિંગ ક્વિન’ ગ્રુપ દ્વારા બાઈક પર એશિયાના 10 દેશની સફરનું આયોજન કરવામાં આવ્યું છે. આ સફરમાં ચાર સુરતી યુવતીઓ જવાની છે. દરમિયાન PM મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
 
સુરત ટુ સિંગાપોર બાઈક રાઈડ
 
શહેરના ‘બાઈકિંગ ક્વિન’ ગ્રુપ દ્વારા સુરત ટુ સિંગાપોર રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાઈડમાં સુરતની ડો.સારીકા મહેતા, યુગ્મા દેસાઈ, ખ્યાતી દેસાઈ, અને દુર્રિયા તપિયા બાઈક દ્વારા સુરતથી સિંગાપોર જશે. આ રાઈડમાં એશિયાનાં 10 દેશની આ તમામ મહિલાઓ મુલાકાત લેશે.
 
બાઈક રાઈડનો મુખ્ય હેતુ
 
બાઈક રાઈડનો મુળ હેતુ બેટી બચાવો બેટી પઢાવો છે. ચારેય મહિલા સુરતથી સિંગાપુર સુધીમાં વચ્ચે આવતા 10 દેશમાં આ મેસેજ પહોચાડશે. ચારેય મહિલાઓ વડાપ્રધાન નરેદ્ર મોદીને મળ્યાં હતાં. એશિયાનાં વિવિધ દેશની સરહદ ઓળંગતી વેળા મુશ્કેલી ન પડે તે માટે તેમની સાથે જ એક આર્મીની વાન પણ હશે.
 
વડાપ્રધાને ચારેય સુરતીમહિલાઓને શુભેચ્છા આપી
 
ચાર બાઈકિંગ ક્વિન્સ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નો વડાપ્રધાન મોદીનો સંદેશ એશિયાના દેશો સુધી લઈ જવાની છે. સુરતની મહિલાઓ સાથેની મુલાકાત બાદ તરત જ વડાપ્રધાને તસવીર પોતાના ટ્વીટર અને ફેસબુક પેજ પર શેર કરી હતી. અને શુભેચ્છા આપી હતી અને એમની હિંમતને બિરદાવી હતી.
 
CM આનંદીબહેનની સાથે મુલાકાત
 
એશિયાના 10 દેશની બાઈક પર સફરે જનાર ચારેય સુરતી મહિલાઓ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને મંત્રી વસુબહેન ત્રિવેદીને પણ મળ્યા હતા. અને ચારેય મહિલાઓને તેમણે શુભેચ્છા પાઠવી હતી.